દક્ષિણ પૂર્વીય રેલવેના ખડગપુર સ્ટેશન પર નોન ઇન્ટર લોકિંગ કામના કારણે બ્લોક કરાયો છે. આથી રેલવે યાતાયાતને અસર થઇ હોવાથી રાજકોટ અને ભાવગર ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન 20મેના રોજ રદ કરાઈ છે. દક્ષિણ પૂર્વીય રેલવેમાં આવતા ખડગપુર રેલવે સ્ટેશન પર હાલ નોનઇન્ટર લોકિંગ કામ ચાલી રહ્યું છે.જેના કારણે બ્લોક કરવામા આવતા રેલવે યાતાયાતને અસર થઇ છે. જેના કારણે ટ્રેન રદ કરવામાં આવી છે.
ભાવનગર ડિવિઝનના વાણિજ્ય પ્રબંધક માશુક અહમદ અને રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જૈફે જણાવ્યું કે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની પોરબંદર-સાંતરાગાછી-પોરબંદર દક્ષિણ પૂર્વીય રેલ્વે સ્થિત ખડગપુર સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. આ ટ્રેનોની વિગતો મુજબ તા. 20મી મે, 2022 ની ટ્રેન પોરબંદર - સાંત્રાગાછી સુપરફાસ્ટ એક્સપ્રે. તા.22મી મે, 2022 ની ટ્રેન નંબર 12950 સાંત્રાગાછી - પોરબંદર સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.