• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Said To The Political Parties 'No Party Distributes Liquor In Our Village, If You Want To Take The Votes Of 10 Percent Drinkers, You Will Not Get The Votes Of 90 Percent'.

સરપંચની વિચિત્ર ચીમકી:રાજકીય પક્ષોને કહ્યું- 'કોઈ પક્ષ અમારા ગામમાં દારૂ વહેંચે નહીં, તમારે 10 ટકા પીવાવાળાના મત લેવાના હોય તો 90 ટકાના મત મળશે નહીં'

સુરેન્દ્રનગર18 કલાક પહેલા

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ, ગુજરાતમાં રોજબરોજ દારૂનો મોટો જથ્થો ઝડપાય છે તે પણ એક વાસ્તવિકતા છે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લાના સાવડા ગામના સરપંચે દારૂને લઈ રાજકીય પક્ષોને વિચિત્ર ચીમકી આપી છે. સરપંચે એક વીડિયોના માધ્યમથી કહ્યુ છે કે, કોઈપણ રાજકીય પક્ષ 10 ટકા પીવાવાળાના મત મેળવવા દારૂની વહેંચણી કરશે તો અન્ય 90 ટકા મતદારોના મત નહીં મળે. સાવડા ગામના સરપંચનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

સુરેન્દ્રનગરની દસાડા વિધાનસભા બેઠકમાં આવેલું છે સાવડા ગામ
દસાડા વિધાનસભા બેઠકમાં આવતા સાવડા ગામની વસતી 2400ની છે અને 1400નું મતદાન છે. 1 ડીસેમ્બરે પ્રથમ તબક્કામાં જ દસાડા બેઠક માટે મતદાન યોજાવાનું છે ત્યારે ગામના સરપંચને મતદાન પહેલા દારૂની વહેચણી થવાની આશંકા હોય એક વીડિયો બનાવી રાજકીય પક્ષોને ચેતવણી આપવી પડી છે. સાવડા ગામના સરપંચ હનુભા દાદુભા સોઢાએ ગામના અન્ય આગેવાનો સાથે બેઠક યોજી એક બેઠક યોજી નિર્ણય કર્યો છે કે, જે રાજકીય પક્ષ મતદારોમાં દારૂની વહેંચણી કરે તેને એકપણ મત નહીં આપવાનો.

વીડિયોમાં સરપંચ શું કહી રહ્યા છે?
સાવડા ગામના સરપંચે જે 30 સેકન્ડનો વીડિયો બનાવ્યો છે તેમાં કહી રહ્યા છે કે, ગામના આગેવાનોએ ભેગા મળી એક નિર્ણય કર્યો છે કે, જે રાજકીય પક્ષ દારૂની વહેંચણી કરે તેને એક મત પણ ન આપવો. સરપંચ કહી રહ્યા છે કે, જો કોઈ પક્ષ 10 ટકા પીવાવાળાના મત લેવા માટે દારૂની વહેંચણી કરશે તો તેને 90 ટકા મત નહીં મળે.

ચૂંટણી સમયે પરમીટ ધારકોને પણ નથી મળતો દારૂ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના કારણે ચૂંટણી સમયે 'ડ્રાય ડે' જાહેર કરાય છે. જેથી જે લિકર પરમીટ ધરાવતા હોય છે તેને પણ દારૂ નથી મળતો હોતો. આ ઉપરાંત ગુજરાતની પાડોશમાં આવેલા સંઘપ્રદેશમાં પણ ચૂંટણી સમયે 'ડ્રાય ડે' જાહેર કરવામાં આવે છે. આ સ્થિતિની વચ્ચે પણ જ્યારે એક નાના ગામના લોકોએ આ પ્રકારની ચીમકી ઉચ્ચારતા રાજ્યમાં દારૂબંધીને લઈ સવાલો ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...