તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વઢવાણમાં ઘરેથી નીકળી ગયેલી બે દીકરીઓનું જૂનાગઢમાં પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યું

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21 જૂને બંને દીકરીઓ રૂ.10,000ની રોકડ લઇ દુકાને જઇને આવીએ છીએ તેમ કહી નીકળી ગઇ હતી

વઢવાણ આંબાવાડી વિસ્તારમાં ડી માર્ટની પાછળ રહેતી બે દિકરીઓ ઘેરથી દુકાને જવાનુ કહી નીકળી ગઇ હતી. પરંતુ આ દિકરીઓ ઘરે ન આવતા પોલીસને જાણ કરી હતી. ત્યારે સુરેન્દ્રનગર બીડિવિઝનને બાતમી મળત‍ા જુનાગઢ પોલીસને જાણ કરતા દિકરીઓનુ પરિવાર સાથે મિલન કરાવ્યુ હતુ.

આંબાવાડી વિસ્તારમાં ડી માર્ટની પાછળ રહેતા ભીખાભાઈ ઇરમાભાઈ પરમારની દીકરી રેખાબેન તથા તેના નાનાભાઈ બીજલભાઈની દીકરી ભત્રીજી સવિબેન આ બંને દીકરીઓ ઘરેથી રોકડ રકમ રૂ. 10,000 લઈને દુકાને જઈને આવીએ, એવું કહીને ગયા બાદ, કોઈને કહયા વગર તા.21-6-2021ના રોજ નીકળી ગયા હતા. જે બાબતની જાણ ભીખાભાઈ ઇરમાભાઈ પરમાર દ્વારા સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી.

ત્યારે સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.બી.સોલંકીને આ બંને છોકરીઓ જૂનાગઢ મજેવડી ગેઇટ પાસે મહાસાગર ટ્રાવેલની ઓફીસ પાસે હોવાની માહિતી મળી હતી. આથી તેઓએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને જાણ કરતા તેમના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આઈ.રાઠોડ, હમીરભાઈ, પરેશભાઈ, કેતનભાઈ, રઘુવીરભાઈ, મોહસીનભાઈ સહિતની ટીમ દ્વારા તાત્કાલિક મજેવડી વિસ્તારમાં મહાસાગર ટ્રાવેલ્સની ઓફીસ પાસેથી જે રિક્ષા વાળાના નંબરમાંથી ફોન કર્યો હતો.

તે રિક્ષાવાળા રાજુભાઈ સાથે સંકલન કરી બંને દીકરીઓને પોલીસ સ્ટેશન લાવી તેના કુટુંબીજનોના મોબાઈલ નંબર આધારે તેના પિતા તથા સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુરેન્દ્રનગર પોલીસ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દિકરીના પરિવારજનો તથા સુરેન્દ્રનગર પોલીસ સુરેન્દ્રનગરથી નીકળી જૂનાગઢ આવ્યા હતા. અને જૂનાગઢ પોલીસને મળી આવેલી બંને યુવતીઓનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું. ગુમ થયેલી યુવતીઓ હેમખેમ મળતા પરિવારજનો દીકરીઓને ભેટીને ભાવ વિભોર થયા હતા. પરિવારજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર માન્યો હતો.

આમ જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલી સુચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ ખાતેથી મળી આવેલી બંને યુવતીઓને સામેથી તેના પરિવારજનોને સોંપી પરિવાર સાથે મિલન કરાવીને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કર્યુ હતુ.

રિક્ષાચાલકને શંકા જતા પરિવાર સાથે વાત કરી
બંને દીકરીઓ જૂનાગઢ આવ્યા બાદ રાજુભાઈની રિક્ષામા બેસી હતી. જેમા ભવનાથ જવાનું કહી રસ્તામાંથી રાજુભાઇના મોબાઇલમાંથી વઢવાણ તેમના કુટુંબીજનો સાથે વાત કરતા રિક્ષાચાલક રાજુભાઈને શંકા જતા ફરીથી તેના કુટુંબીજનો સાથે વાત કરી હતી.

બંને દીકરીઓ ઘર છોડીને આવી હોવાનું જાણવા મળતા પોલીસ સાથે સંકલન કરી, સમયસૂચકતા વાપરી પોલીસ આવે ત્યાં સુધી બંને દીકરીઓને સમજાવી, જૂનાગઢ પોલીસને સોંપાવવામાં મદદ કરી હતી. રાજુભાઇ રિક્ષાચાલકને પણ જૂનાગઢ પોલીસ દ્વારા કચેરીઅે બોલાવી તેઓની પ્રમાણિકતાની સરાહના સાથે કદર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...