તસ્કર ઝડપાયો:સુરેન્દ્રનગરમાં બંધ મકાનને નિશાન બનાવી રોકડ, સોના-ચાંદીના દાગીના સહીતની ચોરી કરનારને પોલીસે દબોચી લીધો

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરની અરવિંદ સોસાયટીમાં રહેતા પરીવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. ઘરમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ સહીત રૂપીયા 99,864ની મત્તાની ચોરી કરીને લઈ ગયા હતા. આ બનાવના ફરાર આરોપીને સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે ઝડપી લીધો છે. સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર આવેલી અરવિંદ સોસાયટીમાં 62 વર્ષીય દીપકકુમાર દીનકરરાય ભટ્ટ રહે છે અને તેમનો પુત્ર ધવલ વડોદરા રહે છે. ત્યારે થોડા દિવસ અગાઉ દીપકકુમાર તેમના પત્ની અને પુત્રી સાથે વડોદરા ગયા હતા. અને ઘરની ચાવી તેમના નાનાભાઈ ચિતરંજનભાઈ ભટ્ટને આપી હતી. ત્યારે ચિતરંજનભાઈનો દીપકકુમાર ઉપર ફોન આવ્યો કે, તમારા ઘરના દરવાજા ખુલ્લા છે અને સામાન અસ્તવ્યસ્ત પડયો છે. તમારા ઘરમાં ચોરી થઈ છે. અને ચિતરંજનભાઈ દીપકકુમારના ઘરે ગયા ત્યાં સુધીનો બધુ બરોબર હતુ. આથી દીપકકુમાર સુરેન્દ્રનગર ધસી આવ્યા હતા. અને તપાસ કરતા ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તુટેલો હતો. અને તસ્કરોએ ઘરમાં રહેલ કબાટ, તિજોરી, પેટી પલંગનો સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો.

ઘરમાંથી રોકડ રકમ, સોના-ચાંદીના ઘરેણા અને મોબાઈલ સહીત રૂપીયા 98,864ની મત્તાની ચોરી થયાની દીપકકુમાર ભટ્ટે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. ચોરીના થોડા સમય બાદ જ પોલીસે કેસના અમુક આરોપીને ઝડપી લીધા હતા. જેમાં ચોરીમાં પુનાભાઈ ગંગારામભાઈ ભાટી પણ સામેલ હોવાનું ખૂલ્યુ હતુ. ત્યારથી આ શખ્સની પોલીસ તપાસ કરી રહી હતી. દરમીયાન એ ડીવીઝન પોલીસ મથકના ડી સ્ટાફના ધનરાજસીંહ, અમીતભાઈ, કિશનભાઈ, રાજેન્દ્રભાઈ સહીતનાઓએ પેટ્રોલીંગ દરમીયાન બાતમીને આધારે ફીરદોષ સોસાયટી ચાર મસુરી માળીયા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય શખ્સને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...