કોમ્બિંગ ઓપરેશન:સુરેન્દ્રનગરમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પાટડીના ચાર ગામમાં પોલીસે તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટડી તાલુકાના સિધસર ગામે મંદિર ચોરીનો બનાવ બનેલો હોય, અને જેમાં ચોરીમાં ગયેલો મુદ્દામાલ અને રીઢા ચોરને શોધી કાઢવા તેમજ જીલ્લાના ગુજસીટોક જેવા ગંભીર ગુનાના પેરોલ જમ્પ થયેલા આરોપીઓને શોધી કાઢવા, સક્રિય એમસીઆર-એચએસ ઇસમો ચેક કરવા, પોલીસ અધિક્ષક હરેશકુમાર દુધાત દ્વારા બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જે કોમ્બીંગમાં પોલીસ અધિક્ષક હરેશકુમાર દૂધાતની અધ્યક્ષતામા જે.ડી. પુરોહીત, નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડિવિઝન, એલસીબી પો.ઇન્સ. વી.વી. ત્રિવેદી, એસઓજી પો. ઇન્સ. એસ.એમ.જાડેજા તથા પો.સ.ઇ. વી.આર. જાડેજા તથા એલસીબી-એસઓજી અને પેરોલ ફર્લો સ્કવોડના કર્મચારીઓ તથા ધ્રાંગધ્રા તાલુકા, ધ્રાંગધ્રા સીટી, બજાણા, પાટડી, ઝીંઝુવાડા, દસાડા, લખતર પો.સ્ટે.ના અધિકારીઓ અને કર્મચારીઓ, મહિલા પોલીસ, હોમગાર્ડ-જીઆરડી વગેરે જેમાં એસપી-1, ડીવાયએસપી-1, પીઆઈ-2, પીએસઆઈ-9, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ-71, હોમગાર્ડ, 20, જીઆરડી 20 મળી કુલ 123 અધિકારી-કર્મચારીઓની અલગ અલગ ચાર ટીમો બનાવી લાઠી, હેલ્મેટ, ગેસ ગન, ટીયર ગેસ, હથિયારો, ડ્રોન કેમેરા સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કોમ્બીંગ કાર્યવાહી દરમ્યાન ગઇ તા. 27-12-2022ના રાત્રિના સમયે સિધ્ધસર ગામે આવેલા રામજી મંદિરના તાળા તોડી મંદિરમાં અંદર પ્રવેશ કરી મંદિરમાં રાખેલી રામ લક્ષ્મણ જાનકી, ઠાકોરની મૂર્તિ, ચાંદીના ધનુષ, મંદિરમાં રાખેલા ટોકરા, મંદિરમાં રાખેલા એમ્પલીફાયર વિગેરેની ચોરી થયેલી હોય જે અંગે બજાણા પો. સ્ટે. ગુ.ર.નં. 11211058220283-2022 ઇ.પી.કો. 380, 457 મુજબનો ગુનો આચરનાર શંકાસ્પદ ઇસમો બાબતે પાટડી તાલુકાના ગેડીયા, સિધ્ધસર, કામલપુર, કચોલીયા, રામગ્રી, ઇંગરોળી વગેરે ગામોની સીમ વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી ચારેય ટીમો દ્વારા અલગ અલગ વિસ્તાર કોર્ડન કરી ઝડતી તપાસ કરી ચોર મુદ્દામાલ શોધી કાઢવા માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તે ઉપરાંત ગેડીયા ગામે ગુજસીટોકના ગુનામાં પેરોલ જમ્પ આરોપીઓ મહમદખાન ઉર્ફે રાજભા હુસેનખાન મલેક, ફીરોઝખાન અલીખાન મલેક તેમજ ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા આરોપી સીકંદરખાન અનવરખાન મલેકના રહેણાંક મકાને ઝડતી તપાસ કરી આરોપીઓને પકડી પાડવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેમાં ગેડીયા ગામે રહેતા અગાઉ ચોરીઓમાં પકડાયેલ એમસીઆર જેમાં ઉંમરખાન રહેમતખાન મલેક, મનવરખાન અમીરખાન મલેક, ઇમરાનખાન દરીયાખાન મલેક, રીયાઝખાન અયુબખાન મલેક, સોહરબખાન બીસ્મીલાખાન મલેક વગેરેના રહેણાંક મકાને ઝડતી તપાસ કરવામાં આવી હતી.

તેમજ લખતર તાલુકાના ઇંગરોળી ગામે ગુજસીટોકના ગુનામાં પેરોલ જમ્પ આરોપીઓ સિરાજખાન રહીમખાન જતમલેક, મોહમદખાન મલાજી જતમલેક, અમજીતખાન રસુલખાન જતમલેક, અલીભાઈ નથુભાઈ ડફેરનાઓની તેઓના રહેણાંક મકાનો તથા મળી આવવાના સંભવિત આશ્રયસ્થાનોએ ઝડતી તપાસ કરી આરોપીઓ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથોસાથ ઇંગરોળી ગામે રહેતા સક્રિય એમસીઆર ઇસમો-5, એચએસ ઇસમ-1 ચેક કરી તેઓની હાલની પ્રવૃતિ બાબતે માહિતી એકત્ર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...