તપાસ:પાણીમાં ડૂબવાથી મંદિરના મુખ્ય સ્વામીનું મોત થયાનું PM રિપોર્ટમાં બહાર આવ્યું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશન પાસે સ્વામિનારાયણનું મંદિર આવેલું છે. ત્યારે 31 માર્ચે અનાદી સ્વરૂપદાસજી ગુરૂ દેવનંદદાસજી સ્વામીની લાશ મંદિરના પાણીના ટાકામાંથી મળી હતી. આ બનાવની બી ડિવિઝન પોલીસ મથકે અકસ્માતે મોતની નોંધ કરીને પોલીસે તપાસ હાથ ધરી હતી.

મૃતક સ્વામી મંદિરના વહીવટની સાથે પાણી સહિતની બાબતો જોતા હતા. પોતે ઇલેક્ટ્રિકનું કામ જાણતા હોય અવાર નવાર પાણીના ટાંકા પાસે જતા હતા. તેઓ મોટરનું સેન્સર રિપેર કરવા ગયા હોય અને અકસ્માતે ટાંકામાં ડૂબી ગયા અને મોત થયાના નિવેદનો જાણવા મળ્યા હતા. તપાસ કરનાર પોલીસકર્મી રાજેન્દ્રસિંહ ટાંકે જણાવ્યું કે, મૃતક સ્વામીનો પીએમ રિપોર્ટ તા. 18 એપ્રિલે આવ્યો હતો. જેમાં પાણીમાં ડૂબી જવાથી સ્વામીનું મોત થયાનો રિપોર્ટ જાણવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...