તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સુરેન્દ્રનગરમાં નાયબ રજિસ્ટ્રાર પર હુમલો કરનારો શખ્સ ઝબ્બે

સુરેન્દ્રનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝડપાયેલ આરોપી - Divya Bhaskar
ઝડપાયેલ આરોપી
  • 2020ની ફેબ્રુઆરીમાં ખમીયાણા રોડ તેમજ નવેમ્બરમાં ચમારજ રોડ પર પણ લૂંટ કરી હતી

કોર્ટમાં નાયબ રજીસ્ટ્રાર પર 2 માર્ચે અજાણ્યા વ્યકિતએ પાછળથી ઘા મારી હૂમલો કર્યો હતો. આ બનાવના આરોપીને એલસીબી ટીમે ઝડપી તેણે અગાઉ 2 વખત આ જ રીતે હૂમલા કર્યા હોવાની તથા લૂંટ કર્યાની કબૂલાત કરી છે.

સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા એક વર્ષમાં અજાણ્યા શખ્સો દ્વારા હૂમલાના 3 બનાવ બન્યા હતા. થોડા થોડા સમયના આંતરે બનતા આવા બનાવનો ઉકેલ લાવવો પોલીસ માટે પણ પડકારરૂપ હતો. ત્યારે તા. 2 માર્ચના રોજ સુરેન્દ્રનગર કોર્ટમાં નાયબ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાણા ચાલીને ડેમ રોડ પર પારેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે કોઇએ પાછળથી માથામાં ઘા મારી જીવલેણ હૂમલો કર્યો હતો. બનાવની એ ડીવીઝન પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલની સૂચનાથી પીએસઆઇ વી.આર.જાડેજા સહિતના સ્ટાફે અવારનવાર બનાવના સ્થળે તપાસ કરતા એક શકમંદ વ્યકિતની હાજરી જણાતી હતી. આથી તેને રાઉન્ડઅપ કરી તપાસ કરતા તે સુરેન્દ્રનગરના સીંધવનગર વિસ્તારમાં રહેતો 26 વર્ષીય લાલો ગાંડાભાઇ ગોલતર હોવાનું ખૂલ્યુ હતુ.

પોલીસની પૂછપરછ દરમિયાન તેણે અગાઉ ફેબ્રુઆરી 2020માં ખમીયાણા રોડ પર નર્મદા કેનાલના રસ્તે રાતના સમયે ચાલવા ગયેલા સબળસિંહ સુરૂભા રાણા પર હુમલો કરી રૂદ્રાક્ષના પારા મઢેલી સોનાની માળા અને સોનાના ચેનની લૂંટ ચલાવી હતી. જયારે નવેમ્બર 2020માં દૂધરેજ - ચમારજ રોડ પર વાડીમાં ઝીણારામ પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. પોલીસના હાથે ઝડપાયેલ આરોપી મોજશોખ માટે ચાલીને જતા વ્યકિતને માથાના ભાગે પાછળથી હૂમલો કરી લૂંટ ચલાવતો હોવાનું બહાર આવ્યુ છે. હાલ લાલો ગોલતરને 97,025ના મુદ્દામાલ સાથે પકડી લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...