તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાસંગ્રામ 2021:સફાઇ, અપરતુ પાણી વિતરણ અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી પ્રજા પરેશાન

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડમાં ં સૌથી વધુ મુસ્લિમ સમાજના 2800, જૈન સમાજના 2200, કોળી સમાજના 2000થી વધુ મત

વોર્ડ નંબર 2 માં સફાઇ, પાણી અને વરસાદી પાણીના નિકાલ સહીતની સુવિધાઓના અભાવથી સ્થાનિકો તોબા પોકારી ગયા છે. આ ઉપરાંત ભૂગર્ભ ગટરની લાઇનના કનેક્શન આપવા, પાકા રસ્તા, લાઇન લીકેજનું સમારકામ સહીતના પ્રશ્નોનો કોઇ કાયમી ઉકેલ ન આવતા આ સમસ્યાઓ રહીશો માટે માથાના દુખાવા સમાન બની ગઇ છે. વોર્ડ નંબર 2માં કુલ 16663 મતદારો છે જેમાં સૌથી વધુ મુસ્લીમ સમાજના 2800થી વધુ મત છે. ત્યારે આ વોર્ડમાં ગમે તે પક્ષના સદસ્યો ચૂંટાય પરંતુ સુવિધાઓ પુરી પાડે તેવી મતદારોની માંગ છે.

ખોદકામ કર્યા બાદ કોઇ સાંભળતુ જ નથી
ભૂગર્ભ ગટર અને પાણીની લાઇન પાછળ તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો આવ્યો છે પરંતુ અમારા વિસ્તારમાં હજુ સુધી આ બન્ને યોજનામાંથી એક પણ યોજના સફળ નથી થઇ.ગટરો બ્લોક થઇ જતાં ગંદા પાણી ઘરમાં ઘુસી જાય છે. લાઇનના કનેક્શનો દેવા પણ પાલિકાના માણસો સમયસર આવતા નથી. > સમીરભાઇ યુનુસભાઇ, સ્થાનિક

પુરતી સુવિધાઓ નથી મળતી
અમે 30 વર્ષથી વસવાટ કરીએ છીએ. અગાઉ ભાજપ, કોંગ્રેસ બન્ને પક્ષોનું સાશન આવ્યું છે પરંતુ અમારો વિસ્તાર આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચીત છે. પાલિકા દ્વારા કરોડોના વિકાસના કામો કર્યા હોવાની મસમોટી જાહેરાત કરવામાં આવે છે પરંતુ અમે તો હજુ પણ રસ્તા, પાણી અને સફાઇ જેવી પ્રાથમિક સુવિધાથી પણ વંચીત છીએ. > સીરાજભાઇ જુસબભાઇ ઘાંચી, સ્થાનિક

કુલ મતદાર : 16663
કયા કયા વિસ્તાર

 • નિર્મળનગર પાછળ
 • લક્ષ્મીપરા શેરી 1થી3
 • વિહળપાર્ક
 • પરશુરામનગર
 • કડિયા સોસા.શેરી 1
 • અરૂણ સોસાયટી
 • પી એન્ડ ટી ક્વાર્ટસ
 • વાઘેશ્વરી સોસાયટી
 • અરવિંદ સોસાયટી
 • દુર્ગાપાર્ક
 • રામ સોસાયટી
 • પાર્થનગર, શિવાજી પાર્ક
 • હરિપ્રકાશ સોસાયટી
 • સરદાર સોસાયટી
 • ચેતના સોસાયટી
 • આરાધના સોસાયટી
 • રાજરાજેશ્વરી સોસા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો