તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાટડી નગરપાલિકા દ્વારા વેરા બાકીદારો સામે કાર્યવાહી હાથ ધરાઇ, લોકોને વેરો ભરવા જાગૃત કરાયા

પાટડી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઇન બજારમાં બોર્ડ મુકી તથા માઇક અને પોસ્ટરો મુકવામાં આવ્યા
  • પાટડી નગરપાલિકાના કોમ્પલેક્ષના બાકી દુકાન ભાડુઆતોને પણ નગરપાલિકાની નોટીસ

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી નગરપાલિકા દ્વારા વર્ષના અંતિમ માર્ચ મહિનામાં વેરા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મેઇન બજારમાં બોર્ડ મુકી તથા માઇક અને પોસ્ટરો દ્વારા લોકોને વેરો ભરવા જાગૃત કરવામાં આવ્યા હતા. અને પાટડી નગરપાલિકાના કોમ્પલેક્ષના બાકી દુકાન ભાડુઆતોને પણ નગરપાલિકાની નોટીસ ફટકારવા આવી હતી.

પાટડી નગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેરા વસુલાતની કામગીરી માટે વિવિધ ચાર ટીમો બનાવી લોકોના ઘેર જઇ વેરો વસુલાત કરવામાં આવી રહી છે. તેમજ નગરપાલિકા દ્વારા ગાડી દરવાજા પાસે જાહેર ચોકમાં બોર્ડ મુકી લોકોને મિલ્કત વેરો, પાણી વેરો, વ્યવસાય વેરો તથા દુકાન ભાડું તાકીદે ભરી જવા સુચના આપવામાં આવી છે. તેમ છતાં જો વેરો ભરવામાં નહીં આવે તો પાણી કનેક્શન કાપી જાહેર બોર્ડમાં વેરા બાકીદારોના નામ જાહેર કરવામાં આવશે એમ પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

પાટડી નગરપાલિકા દ્વારા નગરમાં આવેલા વોર્ડ નં.1થી 6 વોર્ડની અંદર પ્રાથમિક સુવિધા જેવી કે, રોડ રસ્તા, પીવાનું પાણી, ગટર અને સ્ટ્રીટ લાઇટની સુવિધા પુરી પાડવામાં આવે છે જે અંતર્ગત નગરપાલિકા દ્વારા વેરા વસુલ કરવામાં આવે છે. આથી નગરપાલિકા દ્વારા રૂ. 10,000થી મોટા બાકીદારો સામે કડક વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ઘણા વર્ષોથી વેરો ન ભરાતા વેરા બાકીદારોને આખરી નોટિસ ફટકારવામાં આવી છે. અને વેરો ન ભરતા ઇસમો સામે નગરપાલિકાના અધિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે એમ પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમભાઇ પટેલે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...