તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખનીજ ચોરી:પાટડી ખાણ ખનીજ વિભાગે જૈનાબાદ રોડ પાસે દરોડો પાડ્યો, એક જેસીબી અને આઠ ટ્રેક્ટર સહિત રૂ. 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • દરોડા પડતા રેતી ચોર માફીયામાં ખળભળાટ મચી ગયો
 • આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવથ રહેશે - પાટડી મામલતદાર

પાટડી જૈનાબાદ વોકળા પાસે બેફામ ખનીજ ચોરી થતી હોવાની બુમરાડ ઉઠવા પામી હતી. ત્યારે રવિવારે રજાના દિવસે પાટડી મામલતદાર સહિતના સ્ટાફે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પાટડી મામલતદારે એક જેસીબી અને આઠ ટ્રેક્ટર મળી રૂ.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરતા રેતી ચોર માફીયામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

સુરેન્દ્રનગર જીલ્લામાં મોટા ભાગના તાલુકાઓમાં અવારનવાર ખાણ ખનીજ વિભાગના દરોડા સાથે કાર્યવાહી હાથ ધરાતી હતી. પરંતુ સુરેન્દ્રનગરના છેવાડે આવેલા રણકાંઠા વિસ્તારમાં ક્યારેય ખાણ ખનીજના દરોડા ના પડતા ખનીજચોરો બેફામ બન્યા હતા. આજે રવિવારના જાહેર રજાના દિવસે પાટડી મામલતદાર કે.એસ.પટેલ, નાયબ મામલતદાર આર.એસ.ખાંભલા સહિતના મામલતદાર કચેરીના સ્ટાફે પાટડી જૈનાબાદ રોડ પર વોકળા પાસે ખાણ ખનીજનો દરોડો પાડ્યો હતો.

અન્ય રેતી ચોર માફીયા ભૂગર્ભમાં ઉતરી ગયા

પાટડી મામલતદારે આ દરોડામાં એક જેસીબી અને આઠ ટ્રેક્ટર મળી રૂ. 32 લાખનો મુદ્દામાલ જપ્ત કરાતા રેતી ચોર માફીયામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અને અન્ય રેતી ચોર માફીયા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પાટડી મામલતદાર કે.એસ.પટેલના આ દરોડોમાં ચારથી છ જેટલા ટ્રેક્ટરો અને જેસીબી તો રોડ પરથી ખાલી હાલતમાં પકડ્યા હોવાની પણ વિગતો સામે આવી છે. જ્યારે આ અંગે પાટડી મામલતદારે જણાવ્યું કે, આ કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવથ રાખવામાં આવશે અને એક પણ રેતી ચોર માફીયાને બક્ષવામાં આવશે નહીં. પાટડી મામલતદારના આ દરોડોમાં બેફામ રેતી ચોરી કરતા ખનીજ માફીયાઓમાં ખળભળાટ મચી જવા પ‌ામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો