તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગરમાં જીગજીવન જીગજાગ શો રૂમના માલિક અને તેમનો પુત્ર ઘરે દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતા હોવાની બાતમીના મળતાં પોલીસે દરોડો કર્યો હતો. જેમાં જુદી જુદી બ્રાન્ડની 229 વિદેશી દારૂની બોટલો સાથે શો રૂમના માલિક અને તેમના પુત્રને ઝડપી લીધા હતા. સુરેન્દ્રનગર મેઇન રોડ પર જગજીવન જીગજાગ નામનો શો રૂમ આવેલો છે. આ શો રૂમના માલિક નરેન્દ્રભાઇ જગજીવનદાસ દરજી અને તેમનો દિકરો સાહિલ તેમના રહેણાંક મકાનમાં પ્લાસ્ટીકના કલરની ડોલમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે ડીવાયએસપી એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ એસ.વી.દાફડા, બળવતસિંહ, વિજયભાઇ સહીતની ટીમે દરોડો કર્યો હતો.
જેમાં અલગ અલગ બ્રાન્ડની 229 વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા 60,900 તથા 3 મોબાઇલ ફોન કિંમત રૂપિયા 20 હજાર સહીત કુલ રૂપિયા 80,900 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલા વેપારી પિતા પુત્રની પોલીસે પુછપછર હાથ ધરતા સેલવાસથી કમલેશ ઇશ્વરભાઇ ડોડીયા નામના શખ્સે વિદેશી દારૂનો જથ્થો ભરી આપ્યો હોવાની અને સુરેન્દ્રનગરના ભરત ચીકાભાઇ કોળી નામનો શખ્સ ગાડીમાં ભરી જથ્થો લઇ આવ્યો હોવાની કબુલાત કરી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.