તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફાઇ અભિયાન:હળવદના બ્રાહ્મણી-1 ડેમ હેઠળની કેનાલમાં ઉગી નીકળેલા ઝાડી ઝાખરની સાફ સફાઈ કરાઈ

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદના બ્રાહ્મણી-1 ડેમ હેઠળની કેનાલમાં ઉગી નીકળેલા ઝાડી ઝાખરની સાફસફાઈ કરાઈ - Divya Bhaskar
હળવદના બ્રાહ્મણી-1 ડેમ હેઠળની કેનાલમાં ઉગી નીકળેલા ઝાડી ઝાખરની સાફસફાઈ કરાઈ
  • સિંચાઈ યોજનાની ડાબી અને જમણી બંને કેનાલોની સાફ સફાઈ ચાલુ

હળવદના બ્રાહ્મણી-1(હરપાલ સાગર ડેમ) હેઠળની સિંચાઈ યોજનાની કેનાલમાં ઉગી નીકળેલા ઝાડી ઝાંખરની સાફ-સફાઈ હાલ પુરજોશમાં ચાલી રહી છે. સાથે જ નજીકના દિવસોમાં કેનાલમાં પાણી પણ છોડવામાં આવનારુ હોવાનું જાણવા મળ્યું છે.

થોડા દિવસોમાં કેનાલમાં પાણી પણ છોડવામાં આવશે

હળવદ તાલુકાના 12 જેટલા ગામોને બ્રાહ્મણી-1 ડેમ હેઠળની ડાબી અને જમણી સિંચાઈ યોજનાની કેનાલનો લાભ મળે છે. આ કેનાલમાં પાછલા ઘણા સમયથી સાફ સફાઇના અભાવે ઝાડી ઝાંખર ઉગી નીકળ્યા હતા. જેને લઇ હળવદ સિંચાઇ પેટા વિભાગ દ્વારા હાલ ડાબી અને જમણી બંને કેનાલોની સાફ-સફાઈ કરાવવામાં આવી રહી છે. આ સફાઈનું કામ 90 ટકા જેટલું થઇ પણ ગયું હોવાનું જાણવા મળ્યું છે. સાથે આવતાં થોડા દિવસોમાં કેનાલમાં પાણી પણ છોડવામાં આવશે.

ખેડૂતોએ સિંચાઇના ફોર્મ વહેલી તકે ભરી દેવા અપીલ કરાઇ

સિંચાઈ પેટાવિભાગ હળવદના નાયબ કાર્યપાલક ઇજનેર કે.જીબ લીંબડીયાએ જણાવ્યું હતું કે હાલ કેનાલ સાફ સફાઈનું કામ પૂર્ણતાના આરે છે. આવતા થોડા દિવસોમાં કેનાલમાં પાણી પણ છોડવામાં આવનારુ હોઇ જેથી અત્યારે આગોતરા વાવેતર માટે આ કેનાલ થકી સિંચાઈનો લાભ મળે છે. જેમાં ગામના ખાતેદારોએ સિંચાઈ માટેના ફોર્મ વહેલી તકે ભરી જવા જેથી સિંચાઇનું આયોજન શકે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...