તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પૃથ્વી પુત્ર મંગળના કર્ક ભ્રમણથી જમીન-મકાનના નક્કી સોદા અટકે, હતાશા વધે

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રહોના સેનાપતિનું 2 જૂનથી 20 જુલાઈ સુધી કર્ક રાશિમાં ભ્રમણ

યુવાન અને પરાક્રમી ગ્રહ મંગળે મિથુન રાશિની યાત્રા પૂરી કરીને બુધવારથી સવારે 6.49થી કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. 2 જૂનથી 20 જુલાઈ સુધી એટલે કે 49 દિવસ સુધી મંગળ કર્ક રાશિમાં રહેશે. મહત્ત્વનું છે કે, આ પરિભ્રમણ દરમિયાન પૃથ્વી પુત્ર અને ગ્રહોનો સેનાપતિ મંગળ ગ્રહ વક્રી થતો નથી.

સામાન્ય રીતે મંગળનું રાશિ પરિભ્રમણ 40 દિવસનું હોય છે. કર્ક રાશિ મંગળની નિચસ્થ બને છે. જ્યોતિષાચાર્યોના મતે આ ભ્રમણ વધારે અમંગળકારી ગણવામાં આવે છે. જ્યોતિષી પ્રદ્યુમ્ન ભટ્ટના જણાવ્યા પ્રમાણે ખાસ કરીને યુવાનોમાં અકારણ ઝઘડા, વાદ-વિવાદ તથા પ્રેમમાં નિષ્ફળતાના પ્રસંગો બને. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર બનતો હોવાથી માનસિક હતાશા વધી શકે. અકારણ ઉદ્વેગ, અશાંતિ, ભય અને ચિંતા વધે. જમીન-મકાન-મિલકતોમાં નક્કી થયેલા સોદા અટકી શકે છે.

મેષ, વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, કુંભ, મીન માટે શુભ
મેષ :
જમીન-મકાનના લાંબા ગાળાના પ્રશ્નો હલ થાય. કર્મક્ષેત્રે શુભ તક. ગણેશજીને ઘીનો દીવો કરવો.
વૃષભ : નવાં સાહસો, કરારો કરવામાં સફળતા મળે. નાની-મોટી યાત્રાઓ થવાની સંભાવના. લક્ષ્મી ઉપાસના ઉત્તમ બની રહે.
મિથુન : વાદ-વિવાદોથી દૂર રહેવું. કોર્ટના મામલાનો બહાર નિકાલ કરવામાં સમજદારી રહેશે. રોગોથી સાવધાની રાખવી. ગાયને રોટલી ખવડાવવી.
કર્ક : આકસ્મિક ધનપ્રાપ્તિનો યોગ. અકારણ થયેલા ઝઘડાનું નિરાકરણ આવે. કૂળદેવી ઉપાસનાની સાથે ગણેશજીની ઉપાસના ફળે.
સિંહ : આર્થિક અવરોધનો સામનો કરવો પડે. મિત્રો કે સંબંધીઓ તરફથી પણ અપ્રિય સમાચાર મળવાની સંભાવના. મંગળવારે એકટાણું કરવું.
કન્યા : અટકેલા આર્થિક લાભો મળે. સંતાનથી શુભ સમાચાર મળે. શેરબજારમાં એકંદરે સફળતા મળે. મંગળવારે ભિક્ષુકને મસૂરની દાળ આપવી.
તુલા : ઉચ્ચ અધિકારીઓ સાથેના તમારા સંબંધો ન બગડે તેનું ધ્યાન રાખવું. મહેનતનાં પરિણામો આવવામાં થોડો સમય લાગી શકે છે.
વૃશ્ચિક : ભાગ્ય પરિવર્તન માટે શુભ સમય. નાના ભાઈભાંડુથી લાભ. અધૂરી માનતા પરિપૂર્ણ કરવી.
ધન : કાર્યક્ષેત્રમાં કાવતરાના શિકાર બનવાનું ટાળવું. આર્થિક બાબતો મજબૂત રહેશે. જમીન અને સંપત્તિને લગતી બાબતોનું સમાધાન થશે. ગણેશજીની નામાવાલીનું પઠન કરવું.
મકર : લગ્નજીવનમાં અકારણ વાદ-વિવાદ સર્જાય. લાંબા સમયની માંદગી હટે. મંગળ ગ્રહના યંત્રની પૂજા ઉત્તમ બની રહેશે.
કુંભ : નોકરિયાત વર્ગ માટે શુભ સમય. છુપા શત્રુઓનો નાશ થાય. ખિસ્સાંમાં કે પાકીટમાં લાલ રંગની પેન અવશ્ય રાખવી.
મીન : સંતાનથી શુભ સમાચાર મળે. નવા મિત્રો સાથે મુલાકાત વધે. તુલસી ક્યારે નિત્ય દીવો કરવો.

અન્ય સમાચારો પણ છે...