તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ પર્યાવરણ દિવસ:ઝાલાવાડનું એક માત્ર જંગલ માંડવવન, અહીં માંડવ્ય ઋષિનો આશ્રમ હતો

સુરેન્દ્રનગર20 દિવસ પહેલાલેખક: વિપુલ જોશી
  • કૉપી લિંક
વર્ષો પહેલાં સૌરાષ્ટ્ર, હાલર, ઘેડ સહિતના મલકના માલધારીઓ ચોમાસુ ગાળવા માલઢોરને લઈને અહીં આવતા હતા. - Divya Bhaskar
વર્ષો પહેલાં સૌરાષ્ટ્ર, હાલર, ઘેડ સહિતના મલકના માલધારીઓ ચોમાસુ ગાળવા માલઢોરને લઈને અહીં આવતા હતા.

ઝાલાવાડની પવિત્રભૂમિ એટલે સંત, સુરા અને સતિની ભોમકા. 9,27,100 હેક્ટર વિસ્તારની આ ભૂમિમાં માત્ર 47,468 હેક્ટર વિસ્તારમાં વનરાજી છે, એટલે કે માત્ર 7થી 8 ટકા જંગલ વિસ્તાર છે, જે ગુજરાતમાં સૌથી ઓછો જંગલ વિસ્તાર માનવામાં આવે છે. આમ ઝાલાવાડમાં એક માત્ર માંડવવન જંગલ વિસ્તાર તરીકે જાણીતું છે.

વર્ષો પહેલાં સૌરાષ્ટ્ર, હાલર, ઘેડ સહિતના મલકના માલધારીઓ ચોમાસુ ગાળવા માલઢોરને લઈને અહીં આવતા હતા. ઊંધી રકાબી જેવા આકારને કારણે ચોમાસામાં પાણી ભરાતું નહોતું અને માલઢોરની જાળવણી થતી અને પશુને ખરવા મોવાનો રોગ પણ થતો નહોતો. આ જંગલમાં એક સમયે સિંહ પણ રહેતા હતા. ગોરડ, હરમો, ગાંડો બાળવ જેવાં વૃક્ષોથી આ વન ઘેરાયેલું છે. અહીં ખાખરાનાં વૃક્ષોની સંખ્યા પણ વિશેષ છે. ઝાલાવાડમાં ભલે વૃક્ષોની સંખ્યા ઘણી ઓછી રહી પરંતુ આ માંડવવન આજે પણ અનેક ઇતિહાસ અને ધામિક માન્યતાઓને પોતાની વનરાજીમાં સંઘરીને બેઠેલું ઝાલાવાડનું આગવું સ્થાન છે.

અહીં માંડવ્ય ઋષિનો આશ્રમ હતો
પાંચાળની ભોમકામાં થાન અને ચોટીલા વચ્ચે આવેલા માંડવ વનમાં માંડવ્ય ઋષિનો આશ્રમ હતો. તેના ઉપરથી માંડવવન નામ પડ્યું હતું. તાંત્રિક સાધના માટે આ વનનો વિસ્તાર ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. ઘાસિયા મેદાન તરીકે ઓળખાતા આ વનનો આકાર ઊંધી રકાબી જેવો છે. આજે પણ દીપડા અને ઝરખ જેવાં પ્રાણીઓ રહે છે.

અન્ય સમાચારો પણ છે...