પરીક્ષા:આજથી ધોરણ 10ની પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરાશે

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાકાળમાં શાળાઓ બંધ રહી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઘેર રહી અભ્યાસ કર્યો હતો.જ્યારે ગત વર્ષે કોરોનાને લીધે પરીક્ષાઓ શક્ય ન રહેતા દરેક ધોરણના વિદ્યાર્થીઓ તેમાં ધો.10અને ધો.12ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપ્યું હતું.કોરોના સંક્રમણ ઘટતા વિદ્યાર્થીઓ શાળાઓએ ઓફલાઇન અભ્યાસની શરૂઆત કરાઇ હતી.જેમાં કોલેજ અને ધો.9થી 12ની શાળાઓ ત્યારબાદ ધો.6થી8ની શાળા પણ ખુલ્લી મુકાઇ હતી.ત્યારે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ગાંધીનગર દ્વારા તા.17-11-2021ના રોજ પરીપત્ર જાહેર કરી વર્ષ 2022ની પરીક્ષા ધો.10 ફોર્મ ભરવાનું ચાલુ કરાયું છે.

સુરેન્દ્રનગર જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી એસ.એમ.બારડે જણાવ્યું કે તા.22-11-2021થી બપોરે 2કલાકથી ફોર્મ ઓનલાઇન ભરાવાનું ચાલ થશે. જે તા.21-12-201ના રાત્રી 12 કલાક સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકાશે. આમાં ખાનગી, નિયમિત, રિપિટર, પૃથ્થક દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓનલાઇન આવેદન પત્ર ભરવાના રહેશે. આથી સુરેન્દ્રનગર જિલ્લામાં ધો.10ના 20,320 વિદ્યાર્થીઓ તા.22થી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

ધોરણ10ના છાત્રોની સંખ્યા

તાલુકોધો.10
વઢવાણ2715
સુરેન્દ્રનગર3528
લખતર753
મૂળી1205
ધ્રાંગધ્રા3070
પાટડી1909
સાયલા1399
ચોટીલા1535
થાનગઢ844
લીંબડી1979
ચુડા832
કુલ20,320
અન્ય સમાચારો પણ છે...