ચોટીલાની સગીરાને રાજસ્થાનનો શખસ દોઢ વર્ષ અગાઉ ભગાડી ગયો હતો. આથી જિલ્લા પોલીસવડાએ સૂચન કરતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનીટ અને એલસીબી ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રાજસ્થાનથી શખસના કબજામાંથી સગીરાને છોડાવી આરોપી ઝબ્બે કરી ચોટીલા પોલીસને સોંપાયો હતો.
ચોટીલા થાનરોડ પર સિધ્ધનાથ કોટન મિલની અંદરથી ઉદયપુર રાજસ્થાનનો ચિન્ટુ કમલેશભાઇ ભોય16-1-2020ના રોજ સગીર વયની બાળાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. એલસીબી અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની અલગ અલગ ટીમોએ ખાશ ઝુંબેશ હાથ ધરી આશ્રય સ્થાન તપાસ અને ટેકનીકલ સોર્સ કામે લગાડ્યા હતા.
જેમાં ભોગબનનાર રાજસ્થાન ડુંગરપુર જિલ્લાના સાગવાડામાં હોવાની માહિતી મળી હતી. આથી બંન્ને ટીમો રાજસ્થાન પહોંચી હતી. જ્યાં તા.8-8-21ના રોજ ભોગબનનાર સંજના નાનકુભાઇ ડામોરને આરોપી ચિન્ટુ ભોયના કબ્જામાંથી શોધી કાઢી સુરેન્દ્રનગર લાવી પોલીસ ઇન્સપેક્ટર ચોટીલાને આગળની કાર્યવાહી માટે સોંપી હતી. આ કાર્યવાહીમાં એલસીબીપીઆઇ ડી.એમ.ઢોલ, ચોટીલા પીએસઆઇ એમ.કે.ગોસાઇ, ઋતુરાજસિંહ, નારસંગભા, અશ્વીનભાઇ, અનિરૂધ્ધસિંહ, ભરતસિંહ જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.