દર્દીઓનું સ્નેહમિલન:જિલ્લામાં ટીબીના જૂના 2725 દર્દી સાજા થયા, નવા 2922 સારવાર હેઠળ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીબીમુક્ત અને સારવાર લેતા દર્દીઓનું સ્નેહમિલન યોજાયું
  • ગાંધી હોસ્પિટલના સ્ટાફ, ​​​​​​​દાતાઓએ દર્દીઓને દીવાળીની કીટ આપી

ગાંધી હોસ્પિટલમાં આવેલા જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે સારવાર લેતા ટીબીના દર્દીઓનું તેમજ ટીબીની સારવાર પૂર્ણ કરેલી હોય તેવા દર્દીઓનું સ્નેહમિલન તેમજ સેન્સિટાઇઝેશન મિટીંગ 1 નવેમ્બરને સોમવારે રાખવામાં આવી હતી. જેમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહિલ તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડો. ચેતન પટેલે ઉપસ્થિત ટીબીના દર્દીઓને વડાપ્રધાનના વર્ષ 2025 સુધીમાં ભારત દેશમાંથી ટીબી નિર્મૂલનના આહવાન હેઠળ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાંથી જે જૂના 3068 ટીબીના દર્દી હતા તેમાંથી અત્યાર સુધીમાં 2725 દર્દી સાજા થયા હતા. જ્યારે જિલ્લામાંથી જાન્યુઆરી-2021થી આજદીન સુધીમાં 2922 જેટલા નવા ટીબીના દર્દી શોધીને સારવાર હેઠળ મુકાયા હતા. જિલ્લા ક્ષય અધિકારી દ્વારા જે સાજા થયેલા ટીબીના દર્દીઓ છે તેમને ટીબી ચેમ્પિયન બનાવીને સમાજમાંથી ટીબીના દર્દીઓ શોધવા માટે તેમજ સારવાર આપવા માટે વિગતવાર માહિતી આપીને સમજાવવામા આવ્યા હતા. અને સરકારની વિવિધ યોજનાઓ (નિક્ષય પોષણ યોજના) વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે આવેલા ટીબીના તમામ દર્દીઓને જિલ્લા ક્ષય કેન્દ્રના સ્ટાફ અને દાદાઓ દ્વારા દિવાળીની કિટ બનાવીને વહેંચણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...