મતદાન:સુરેન્દ્રનગર બાર ઍસો.ના હોદ્દેદારો બિનહરીફ વરાયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતર બાર એસોસીએશનના હોદ્દેદારોની બિનહરીફ  વરણી કરાઇ હતી . - Divya Bhaskar
લખતર બાર એસોસીએશનના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઇ હતી .
  • બારના 440માંથી 322 સભ્યે પ્રમુખ પદ માટે મતદાન કર્યું
  • પ્રમુખ પદના ઉમેદવાર 76 મતે વિજેતા બન્યા હતા, ઉપપ્રમુખ પદના ઉમેદવાર 7મી ટર્મમાં પણ બિનહરીફ

સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાર ઍસોસિયેશનની શુક્રવારે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની અગાઉ બિનહરીફ વરણી કરાઈ હતી. ઉપપ્રમુખ પદના ઉમેદવાર 7મી ટર્મમાં પણ બિનહરીફ બન્યા હતા ત્યારે પ્રમુખ પદના દાવેદાર માટે શુક્રવારે રસાકસી બાદ 76 મતે ઉમેદવાર વિજેતા બન્યા હતા.

વઢાણ બાર એ સો. વિજેતાને સભ્યે શુભેચ્છા પાઠવી હતી.
વઢાણ બાર એ સો. વિજેતાને સભ્યે શુભેચ્છા પાઠવી હતી.

સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાર ઍસોસિ ેશનના દરેક પદ માટે એક જ ઉમેદવારી આવતાં બિનહરીફ વરણી કરાઈ હતી. જેમાં ઉપપ્રમુખ તરીકે 7મી ટર્મમાં પણ બિનહરીફ વિજેતા દિગ્વિજયસિંહ ઝાલા બન્યા હતા જ્યારે મહિલા ઉપપ્રમુખ તરીકે ભારતીબહેન પતાણી, સેક્રેટરી તરીકે કશ્યપભાઈ શુક્લ, જોઇન્ટ સેક્રેટરી તરીકે રોહિતભાઈ સાપરાની વરણી કરાઈ હતી. જ્યારે પ્રમુખ પદ માટે પ્રવીણસિંહ બી. ઝાલા અને ઘનશ્યામસિંહ ડી. ઝાલા વચ્ચે મતદાન થયું હતું. 440 પૈકી 322 સભ્યે કરેલા મતદાનમાં ઘનશ્યા સિંહને 199 અને પ્રવીણસિંહને 123 મત મળ્યા હતા. આમ રસાકસી બાદ 76 મતે ઘનશ્યામસિંહ વિજેતા થયા હતા.

વઢવાણ બાર ઍસો.ની ચૂંટણીમાં 90% મતદાન
વઢવાણ બાર ઍસોસિયેશનની ચૂંટણીમાં 90 ટકાથી વધુ મતદાન થયું હતું. મોડી સાંજે કરાયેલી મતગણતરીમાં પ્રમુખ પદે એમ. જે. સાધુ 50 મતથી વિજેતા બન્યા હતા. ઉપપ્રમુખ પદે રમેશભાઈ વાણિયા અને સેક્રેટરી પદે ચંદ્રિકાબહેન ગઢવી 51 મતે વિજેતા થયાં હતાં. વિનુભાઈ શાહ, મહેન્દ્રભાઈ પરમાર, પ્રવીણસિંહ પરમાર વગેરે વકીલોએ વકીલોની સમસ્યા અને રજૂઆત ઉકેલાશે તેવી આશા વ્યક્ત કરી હતી.

લખતર બાર ઍસોસિયેશનના હોદ્દેદારોની બિનહરીફ વરણી
લખતર બાર ઍસોસિયેશનના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઈ હતી, જેમાં પ્રમુખ પદે ભરતકુમાર એચ. વાળા, ઉપપ્રમુખ પદે ડી. કે. ચવલિયા, સેક્રેટરી પદે માણેકલાલ સી. રાઠોડ તથા ખજાનચી તરીકે રણવીરસિંહ કે. રાણાની નિમણૂક કરાઈ હતી. લખતરમાં કોર્ટ શરૂ થઈ ત્યારથી એટલે કે 70 વર્ષથી એક પણ વખત ચૂંટણી થઈ નથી. લખતર બાર ઍસોસિયેશનના હિતેન્દ્રસિંહ ઝાલાની નિશ્રામાં ચૂંટણીની કાર્યવાહી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...