તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજ:કોરોનાગ્રસ્ત ઇનચાર્જ નર્સે 10 દિવસ સુધી પતિ અને અન્ય દર્દીની સેવા ચાકરી કરી

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાલ બંને કોરોનામુક્ત : 3જી અોગસ્ટથી રાબેતા મુજબ કામ શરૂ કર્યું

સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલના ઓપરેશન વિભાગના ઇન્ચાર્જ અને મેર્ટન 55 વર્ષના જોયશ ડી.ક્રિશ્ચિયન કોવિડ હોસ્પિટલમાં છેલ્લા અઢી માસથી ઇન્ચાર્જ નર્સ તરીકે દરરોજ અંદાજે 11 કલાક ફરજ બજાવતા હતા. ત્યારે તા. 7-7-2020ના રોજ જોયશબેનને કોરોના પોઝિટીવ આવતા 14 દિવસ સુધી હોમકોરોન્ટાઈન રહ્યા હતા. પરંતુ તા. 17 જુલાઈએ તેમના પતિ 56 વર્ષના જોયભાઈ દયાનંદભfઈ પંડયાની તબિયત બગડતા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરી ઓકિસજન ઉપર સારવાર શરૂ કરાઇ હતી. અને તા. 18 જુલાઈના રોજ તેમનો કોરોનાનો પોઝિટીવ રિપોર્ટ આવતા તા. 19 જુલાઈએ આઇસીયુમાં લઇ જવામાં આવ્યા હતા. આથી આ પરિસ્થિતિને ધ્યાને લઇને કોરોનાગ્રસ્ત જોયશબેને હોસ્પિટલે આવી પીપીકીટ પહેરીને પતિ તેમજ અન્ય દર્દીઓની આઇસીયુમાં સારવાર કરતા તા. 19 થી 28 જુલાઇ એટલે કે 10 દિવસ સુધી સતત 22 કલાક ફરજ બજાવી હતી. જો કે નર્સના પુત્ર એરીકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ અંગે હોસ્પિટલના જિલ્લા મુખ્ય અધિકારી ડો. એચ.એમ.વસેટીયને બંને કોરોનામુક્ત હોવાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...