રસીકરણ:જિલ્લામાં રસીકરણનો આંક 29.56 લાખને પાર ગુરુવારે 100એ રસી લીધી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જિલ્લામાં ગુરુવારે 2 કેન્દ્ર પર રસીકરણ કાર્યવાહી હાથ ધરાતા 100 લોકોએ રસી મુકાવી હતી. આથી રસીકરણનો આંક 29.56 લાખને પાર પહોંચી ગયો છે. જ્યારે ગુરુવારે આરટીપીસીઆરના 4 અને એન્ટી જનના 8 એમ કુલ 12 ટેસ્ટ કરાતા એક પણ નવો કેસ સામે આવ્યો ન હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં 14 એપ્રિલે આરટીપીસીઆરના-4 અને એન્ટિજનના-8 સહિત કુલ 12 લોકોના ટેસ્ટ કરાતા એક પણ કેસ નોંધાયો ન હતો. આ દિવસે જિલ્લાના 2 કેન્દ્ર પર 100 લોકો રસી લેતા કુલ 29,56,621 લોકોનું રસીકરણ થયું હતું. જેમાં 14,56,811 પ્રથમ ડોઝ, 14,70,953 બીજો ડોઝ અને 28,857 બુસ્ટર ડોઝ લોકોએ લીધો હતો.

જિલ્લાના 12થી 14 વર્ષની વયના 29,695 અને 15થી 17 વર્ષની ઉંમરના 2,29,317, 18થી 44ની વયના 17,16,333, 45થી 60ની ઉંમરના 6,14,774 તેમજ 60થી ઉપરની વયના 3,66,452 લોકોએ રસી મૂકાવી હતી. જેમાં 15,65,894 પુરૂષો અને 13,61,635 મહિલાઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...