વેક્સિનેશન:સુરેન્દ્રનગર જિલ્લામાં રસીકરણનો આંક 20 લાખને પાર

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે 15,156એ રસી મુકાવી

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 17 નવેમ્બરને બુધવારે રસીકરણના 65 કેન્દ્રો પર 15,156 લોકોએ રસી મૂકાવી હતી. પરિણામે અત્યાર સુધીમાં રસીકરણમાં જિલ્લાના 20 લાખનાં આંકને પાર કરીને 20,06,740 લોકોનું રસીકરણ થયું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 17 નવેમ્બરને બુધવારે રસીકરણનો આંક 20 લાખને આંક પાર કરી ગયો હતો. સાથે સાથે 60 થી ઉપરની ઉંમરના 3 લાખના આંકને પાર કરીને 3,00,193 લોકોનું રસીકરણ થયું હતું. જિલ્લાના 66 કેન્દ્રો પર બુધવારે 1295 પ્રથમ તેમજ 13861 બીજા ડોઝ સાથે 15156 લોકોએ રસીનો લાભ લીધો હતો.

જેના કારણે 20,06,740 લોકોનું રસીકરણ થતા 11,36,180 લોકોએ પ્રથમ અને 8,70,560 લોકોએ બીજો ડોઝ પૂર્ણ કર્યો હતો. 18-44 વયના 12,02,870 તેમજ 45-60ની ઉંમરના 5,03,677 લોકોએ રસી મૂકાવી હતી. જિલ્લામાં કોવિડશિલ્ડની 17,79,358 તેમજ કોવેક્સિનની 2,27,382 રસી સાથે કુલ 10,61,656 પુરૂષો અને 9,44,777 મહિલાઓનું રસીકરણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...