કોરોના કહેર:ચોટીલામાં કોરોનાના 4 કેસ જિલ્લાનો આંક 1300 નજીક

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે સપ્તાહમાં સૌથી ઓછા કેસ નોંધાયા
  • હાલ 270 એક્ટિવ કેસ, 20 હોમ આઇસોલેટ

ચોટીલામાં કોરોનાની રફતાર યથાવત રહી છે. ચોટીલા બેંક ઓફ બરોડાના ઓફિસર અને બીઝનેશ કોરસ્પોન્ડન્સને કોરોના ધ્યાને આવ્યો છે. આથી બેંક સોમવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જયારે ચોટીલાના પાળીયાદ રોડ પર 1 અને હરિધામ સોસાયટીમાં પણ 1 કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો છે. ચોટીલામાં શુક્રવારે કોરોનાના 4 કેસ સામે આવતા તાલુકાનો કુલ આંક 41 થયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 28ને શુક્રવાર સુધીમાં કોરોનાનો કુલ આંક 1292 થયો છે. જેમાંથી 963 દર્દીઓ સાજા થતા અને 57ના મોત થતા હાલ 270 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 20 દર્દીઓ હોમ આઇસોલેટ છે અને 250 દર્દીઓ કોવીડ સેન્ટરમાં સારવાર લઇ રહ્યા છે. હાલ કોરોનાનો આંક ધીમી ગતીએ આગળ વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...