તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:નવું સીમાંકન ઉમેદવારોનું પાણી માપી લેશે

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકા અલગ હતી ત્યારે એક વોર્ડમાં અંદાજે 10 હજાર જેટલું વોટિંગ હતું
 • નવા સીમાંકન બાદ વોર્ડ દીઠ સરેરાશ 4000 હજાર વોટિંગ વધ્યું
 • સંયુક્ત પાલિકામાં મતદારોની દ્રષ્ટિએ વોર્ડ નં.3 સાૈથી મોટો, તો વોર્ડ નં.9માં સ્ત્રી અને વોર્ડ 3માં પુરુષ મતદારો વધુ

સુરેન્દ્રનગર અને વઢવાણ આ બંને પાલિકા પહેલા અલગ અલગ હતી. પરંતુ તાજેતરમાં સરકારે બંને પાલિકાને એક કરીને સંયુકત પાલિકા જાહેર કરીને નવુ સીમાંકન બનાવ્યુ હતું. બંને પાલિકા અલગ અલગ હતી ત્યારે એક વોર્ડમાં 10 હજાર જેટલુ વોટીંગ હતુ જયારે નવા સીમાંકન બાદ વોર્ડ દીઠ સરેરાશ 4000 હજાર જેટલુ વોટિંગ વધ્યું છે. આમ મોટા થયેલા વોર્ડ અને વધુ મતદાનને લઇને પણ ઉમેદવારોને જીતવા માટે જોર લગાવવુ પડશે. બીજી મહત્વની બાબત એ છે કે નવેસરથી વોર્ડની રચના કરી છે જેને લઇને ઉમેદવારોએ નવા મતદારો પાસેથી મત માંગવાના છે હવે જે વિસ્તારમાં કામ કર્યા હોય તે મતદારો પૈકી ઘણા મતદારો નવા આવ્યા છે.

આમ નવા મતદારોને મનાવવા તે પણ ઉમેદવારો માટે પડકાર રૂપ બની રહેશે. ભાજપ અને કોંગ્રેસે જે ઉમેદવારો જાહેર કર્યા છે તે પૈકી ઘણા નવા જ ચહેરાઓ છે. આમ નવા ચહેરા અને નવા મતદારોથી મતદાન પર પણ અસર થાય તે સ્વાભાવિક છે. તેમ છતા હાલ તો ભાજપ અને કોંગ્રેસની સાથે એનસીપી, આપ અને બસપા સહિતના કુલ 149 ઉમેદવારો વિજયી થવા માટે દોડતા થઇ ગયા છે અને આથી જ નવા સીમાંકનની આ પહેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના પાણી મપાઇ જશે.

કયા વોર્ડમાં કઇ જ્ઞાતિનું પ્રભુત્વ

વોર્ડ પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિ
1 કોળી-4000, માલધારી-2300, ક્ષત્રિય-1400, દલિત-1300
2 મુસ્લીમ-2800, જૈન-2200, કોળી-2000, માલધારી-1700
3 કોળી-3700, બ્રાહ્મણ-2400, માલધારી-1800, જૈન-1500
4 જૈન-3500 બ્રાહ્મણ-2500, કોળી-1700, માલધારી-1200
5 કોળી-4200, જૈન-3300, મુસ્લીમ-2300, માલધારી-1100
6 પટેલ-3500, દલીત-2800, મુસ્લીમ-2000, માલધારી-1800
7 કોળી-3200, ક્ષત્રિય-1945, બ્રાહ્મણ-900, પટેલ-900
8 મુસ્લીમ-6000, દલીત-2000, ક્ષત્રિય-1200, માલધારી-1000
9 કોળી-4000, પટેલ-2200, મુસ્લીમ-1900, દલવાડી-1200
10 જૈન-1500, દલવાડી-1200, બ્રાહ્મણ-1200, પ્રજાપતિ-900
11 દલીત-6000, રાજપૂત-1500, માલધારી-1300, કોળી-1200
12 મુસ્લીમ-3450, બ્રાહ્મણ-1500, કંસારા-1050, દલવાડી-980
13 દલવાડી-5800, દલીત-3200, રાજપૂત-1400, માલધારી-1200

વોર્ડનં 9માં સૌથી વધુ 21 ઉમેદવાર! કોણ કોને નડશે ?
સંયુકત પાલિકામાં વોર્ડનં 9માં ખાસ કરીને સૌથી વધુ 21 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ-કોંગ્રેસની સામે એનસીપી અને આપ સહિતની પેનલ પણ ચૂંટણી લડી રહી છે. જેને લઇને લોકોની ઉત્સુકતા વધી ગઇ છે. કોળી, પટેલ, મુસ્લીમ, ઠાકોર અને દલવાડી સમાજના લોકોના મતો વધુ છે. ભાજપે ટિકિટ ન આપતા ગત ટર્મમાં ચૂંટાઇ આવેલા કોળી સમાજના ઇશ્વરભાઇ વેગડે એનસીપીની પેનલ બનાવી છે. હવે ભાજપ અને કોંગ્રેસની સામે બાકીના પક્ષના ઉમેદવારો કેટલી તાકાત કરે તે કહેવુ હાલતો મુશ્કેલ છે જ પરંતુ હાલ તો વાતાવરણ ગરમાયુ છે.

અમુક વોર્ડ બે ભાગમાં વહેચાયા
અગાઉ સુરેન્દ્રનગરના 11 અને વઢવાણના 9 વોર્ડ હતા. હાલ 13 છે. આથી કેટલાક જુના વોર્ડના ત્રણ તો કેટલાક બે ભાગમાં વેચાઇ ગયો છે. તેમાં વઢવાણ ગઢના વિસ્તારોમાં પણ મોટો ફેરફાર થઇ ગયો છે.

ભાજપ અને કોંગ્રેસ આ વોર્ડ પોતાને માટે સેફ માને છે
ભાજપની દ્રષ્ટીએ સેફ વોર્ડ 1, 2, 3, 4, 5, 6, 7, 10, 12, 13
કોંગ્રેસની દ્રષ્ટીએ સેફ વોર્ડ 2, 6, 7, 8, 11, 12, 13

સંયુકત પાલિકામાં ભાજપ અને કોંગ્રેસની સાથે એનસીપી સહિતના 149 ઉમેદવારો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો