તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરમાં રહો સુરક્ષિત રહેવા અપીલ:નેગેટિવ કિશોરે ચિત્રો દોરી ઘરના કોરોના પૉઝિટિવ સભ્યોનો ઉત્સાહ વધાર્યો

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 8 વર્ષના બાળકે સ્ટે હોમ સ્ટે સેફની થીમ પર ચિત્ર દોર્યું
 • બાળકે જાતે ચિત્રદોરી સોશિયલ મિડીયામાં મુકી મોટેરાઓને કોરોના સામે લડવા પ્રેરણા પુરી પાડી

સુરેન્દ્રનગરના 8 વર્ષના બાળકના ઘરમાં પરિવારજનોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આથી બાળકે અલગ રૂમમાં આઇસોલેટ થયો હતો. અને કોરોના સામે ન ડરતા બાળકે ઘરે રહી ચિત્રો દોરી સોશિયલ મિડીયા થકી લોકોને ઘરમાં રહો સુરક્ષિત રહેવા અપીલ કરી પ્રેરણા પુરી પાડી રહ્યો છે.

સુરેન્દ્રનગરના 8 વર્ષના બાળકે પરિવારમાં લોકોને કોરોના આવતા પોતેે અલગ રૂમમાં આઇસોલેટ થઈ ચિત્રો દોરી લોકોને કોરોના સામે લડવા પ્રેરણા આપી છે. સુરેન્દ્રનગરના ડોક્ટર ડો.નિશાબેન રાવલ સાથે તેમના પરિવારના અન્ય ત્રણ સદસ્યોને પોઝિટિવ આવ્યો હતો. આથી 8 વર્ષનો બાળક પંથ રાવલ સંક્રમીત ન થાય માટે તેને અન્ય રૂમમાં રાખવામાં આવ્યો હતો. તેને રૂમમાં એકલુ ન લાગે માટે મનગમતા રમકડા સાથે લખવા અને ડ્રોઇંગ માટે બોર્ડ અને પેન અપાયા હતા. ત્રીજા ધોરણમાં ભણતા દ્રઢ મનોબળ ધરાવતા બાળક પંથને એકાંત વાસ પસંદ ન હતો.

આથી કોરોનાથી ન ડરતા લોકોને પ્રેરણા પુરી પાડવા ચિત્રની મદદ લીધી હતી. જેમાં તેણે ઇન્ડીયા ફાઇટસ અગેઇન્ટ્રસ કોરોના સ્ટે હોમ સ્ટે સેફની થીમ પર ચિત્રરો દોરી વાયરસનું ચિત્ર દોરી સોશિયલ મિડીયામાં મુકી લોકોને નાનકડા એવા છોકરાએ મોટેરાઓને કોરોના સામેની લડાઈમાં જીતવા માટે પ્રેરણા પુરી પાડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો