તૈયાર પાકમાં પાણી ફરી વળ્યું:હળવદના જૂના અમાપરમાં નર્મદા કેનાલ છલકાતા ખેડૂતના ખેતરમાં પાણી ભરાયા

મોરબી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદના જૂના અમાપરમાં નર્મદા કેનાલ છલકાતા ખેડૂતના ખેતરમાં પાણી ભરાયા - Divya Bhaskar
હળવદના જૂના અમાપરમાં નર્મદા કેનાલ છલકાતા ખેડૂતના ખેતરમાં પાણી ભરાયા
  • ખેડૂતના 10 વિઘાના ઉભા પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાની
  • પેટા કેનાલની સમયસર સફાઈ કરવામાં ન આવતા કેનાલ છલકાઈ

હળવદ તાલુકાના જુના અમરાપર ગામમાં નર્મદા કેનાલનું પાણી ખેડૂતના 10 વિઘા જેટલા પાકમાં ફરી વળ્યુ હતું. જેથી ખેડૂતને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

મોરબી જિલ્લાના હળવદના જુના અમરાપર ગામમાં ઈશ્વર ગોરધનભાઈ નામના ખેડૂતના ખેતરમાં ધ્રાંગધ્રાની માઈનોર-19 નંબરની નર્મદા કેનાલનું પાણી ફળી વળ્યું હતું. ખેડૂતે મજૂરી કરી તૈયાર કરેલા પાક પર પાણી ફરી વળ્યું છે. જેથી ખેડૂતને મોટું નુકસાન થયુ છે. જેને લઈ ખેડૂતે કેનાલના પાણીથી થયેલા નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હળવદ પંથકમાંથી મોરબી, માળીયા અને ધ્રાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલ પસાર થાય છે. જેમાંથી પેટા કેનાલ થકી ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જોકે, આળસુ અધિકારીઓના પાપે આ પેટા કેનાલની સમયસર સફાઈ કરવામાં આવતી ન હોય જેના કારણે અવારનવાર કેનાલમાં પાણીનો થોડો પ્રવાહ વધે તો કેનાલ છલકાવા લાગે છે. જેના કારણે ખેડૂતોના ઉભા પાકમાં પાણી ઘૂસી જતું હોય છે અને મોટી નુકસાની વેઠવાનો વારો ખેડૂતને આવે છે.

અન્ય સમાચારો પણ છે...