તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે ભાજપે બુધવારે સાંજે ઉમેદવારોના નામ જાહેર કરવાની જાહેરાત કરી હતી. જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગરમાં જે લોકો ટિકિટની લાઇનમાં હતા તેવા કાર્યકરો ટેકેદારો સાથે સાંજથી જ ભાજપના કાર્યાલયના ચક્કર મારતા થઇ ગયા હતા. પરંતુ નામ કયારે જાહેર થશે તેની મોટા માથાઓને પણ ખબર ન હોય રાહ જોઇને થાકી કાર્યકરો ઘરે જતા રહ્યા હતા.બીજી તરફ સંયુક્ત પાલિકામાં મોટા માથાઓની ટિકિટ માટે ખેંચતાણથી નામોની જાહેરાત કરવામાં મોડું થયાની ચર્ચા ચાલી રી છે.
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકાની સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ બુધવારે ઉમેદવારોના નામ જાહેર કરશે તેવી વાત સવારથી જ ચાલતી હતી. તેમાં પણ પ્રદેશ પ્રમુખ પાટીલે નિવેદન આપીને કહ્યુ હતુ કે તમામ જિલ્લામાં ઉમેદવારોની યાદી તૈયાર થઇ ગઇ છે. અને જિલ્લા અધ્યક્ષને યાદી આપી દિધી છે. તેઓ સાંજે તમામ નામોની જાહેરાત કરી દેશે.
આ નિવદેનને લઇને સુરેન્દ્રનગરમાં ભાજપના કાર્યાલયે સાંજે કાર્યકર્તાઓ આવવા લાગ્યા હતા. પોતાના નામની જાહેરાત થશે તે આશાએ કેટલાક તો ટેકેદારોને પણ સાથે લઇને આવ્યા હતા. ભાજપના કેટલાક મોટા નેતાઓ કાર્યાલય ઉપર હાજર હતા. કાર્યકરો આવીને તેમને પુછતા હતા કે નામની જાહેરાત ક્યારે કરવાની છે તો તેઓએ એવા જવાબ આપ્યા કે હજુ સુધી અમને કાઇ જાણ કરવામાં આવી નથી. આથી કાર્યકરો અને ટિકિટ માંગનારા ગડમથલમાં મુકાયા હતા. કલાકો સુધી કાર્યાલયે બેસીને થાકેલા ટીકીટ વાંચ્છુકો પોતાના ઘરે જતા રહયા હતા. અને ઘરે જઇને પણ સતત ફોન કરીને નામ કયારે જાહેર કરવાના છે તેની પુછપરછ કરતા રહ્યા હતા. પરંતુ કોઇ પાસેથી સચોટ જવાબ ન મળતા ઉચાટ વધતો જતો હતો.
એવુ કહેવામાં આવે છે કે સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલિકાની ટીકીટોમાં મોટા માથાઓ વચ્ચે ખેંચતણા ચાલી રહી છે. પોતાના માણસોને ટીકીટ અપાવવા માટે આમને સામને આવી ગયા હતા. જેનો મામલો છેક પ્રદેશ સુધી પહોંચ્યો હતો. અને આથી જ નામની જાહેરાત કરવામાં મોડુ થયુ હોય તેવુ કહેવામાં આવી રહ્યુ છે. ભાજપ કાર્યાલયે યુવા ટીમના કાર્યકરો મોડે સુધી બેઠા હતા. બાકીના કોઇ મોટા નેતા હાજર ન હતા. મોડી રાતે નામોની જાહેરાત કરે તેવી શકયતાઓ સેવાઇ રહી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.