તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેરરીતિનો આક્ષેપ:સુરેલમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 28 લાભાર્થીના નામ અચાનક રદ કરી દેવાતા હોબાળો

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુરેલમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 28 લાભાર્થીના નામ અચાનક રદ કરી દેવાતા હોબાળો - Divya Bhaskar
સુરેલમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 28 લાભાર્થીના નામ અચાનક રદ કરી દેવાતા હોબાળો
 • પાટડી તાલુકા વિકાસ અધિકારીને લેખીત આવેદનપત્ર આપી રજૂઆત કરી

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના સુરેલના 28 લાભાર્થીઓના નામ પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી રદ કરાતા લાભાર્થીઓમાં રોસની લાગણી ફેલાવા પામી છે. અને ધાબાવાળા મકાનના લાભાર્થીઓને મકાન પાસ કરી મોટી ગેરરિતી આચરાઇ હોવાનો આક્ષેપ કરાયો છે. આથી સુરેલના ગ્રામજનો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરરિતી મામલે ગ્રામજનોનો હલ્લાબોલ મચાવી પાટડી તાલુકા વિકાસ અધિકારીને લેખીત આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી.

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના સુરેલમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કુલ 188 લાભાર્થીઓના નામ પહેલા મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાંથી 28 લાભાર્થીઓના નામ પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી ગમે તે કારણોસર રદ કરવામાં આવતા લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. સુરેલ ગામમાં 2001ના વિનાશક ભૂંકપ બાદ મહિલા મંડળ દ્વારા 435 મક‍ાનો બનાવવામાં આવ્યા હતા. જેમાં નવની દિવાલ અને છત ઉપર વિલાયતી નળીયા અને ભોંયતળીયામાં સાદુ પ્લાસ્ટર સાથેના બનાવવામાં આવ્યા હતા. જે હાલમાં અત્યંત જર્જરિત હાલતમાં છે આથી આ મકાનને કાચુ ગણીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે. વધુમાં સુરેલ ગામના 28 લાભાર્થીઓના નામ રદ થયેલા છે તે સિવાયના મંજૂર કરાયેલા લાભાર્થીઓ પણ પાકા ધાબાવાળા મકાનમાં જ રહે છે.

સુરેલમાં ભૂતકાળમાં પંચાયતના સભ્યોને જે લોકોએ રૂ. 10,000 આપ્યા છે એમના મકાનો પાસ કરવામાં આવ્યા છે અને જેમણે નથી આપ્યા એમના નામ આ યાદીમાંથી રદ કરી દેવામાં આવ્યા છે. અને પાસ કરાયેલી યાદીમાં અમુક તો સગીર વયના લાભાર્થી પણ હોવાનું બહાર આવ્યું છે. આમ સરેલ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાપાયે ગેરરિતી અને રદ થયેલા 28 લાભાર્થીઓએ રસિકભાઇ સોમેશ્વરાની આગેવાનીમાં પાટડી તાલુકા પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કરી તાલુકા વિકાસ અધિકારી બાબુભાઇ સોલંકીને આ બાબતે લેખીત આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. અને રદ કરાયેલા સુરેલ ગામના 28 લાભાર્થીઓના નામ ફરી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સામેલ કરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો