તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટડી, વિરમગામ, સમી અને રાધનપુર પથંકના નાડોદા રજપૂત સમાજના 105 ગામોએ છ મહિના અગાઉ લગ્ન અને મરણ પ્રસંગ પાછળ થતાં તોતીંગ ખર્ચને સંપૂર્ણપણે તિલાંજલી આપી હતી. આ રીતે સમાજે રૂ. 5 કરોડની બચત કરી એ નાણા શિક્ષણ અને સામાજિક સુધારણા પાછળ અન્ય સમાજને અનોખો રાહ ચિંધ્યો છે.
105 જેટલા ગામોની શંખેશ્વર ખાતે મીટિંગ યોજાઈ
આજથી અંદાજે 6-8 માસ અગાઉ પાટડી, વિરમગામ, સમી અને રાધનપુર પથંકના નાડોદા રાજપૂત સમાજના 105 જેટલા ગામોની શંખેશ્વર ખાતે સ્વામી સચિદાનંદજી મહારાજની નીશ્રામાં મીટિંગ યોજાઇ હતી. જેમાં વઢીયાર ખારાપાટ નાડોદા રાજપૂત સમાજના પ્રમુખ ગોવિંદભાઇ ખેર અને મંત્રી ભલાભાઇ રથવી સહિતના સમાજના તમામ આગેવાનોએ લગ્ન અને મરણ પાછળનો થતો તોતીંગ ખર્ચ બચાવી એ રકમ સમાજમાં શિક્ષણ અને સામાજિક સુધારણા પાછળ વાપરવાના હેતુનો એ જ દિવસથી સંકલ્પ કરી અમલ પણ શરૂ કરી દીધો હતો.
500-500 માણસોના રસોડા બંધ કરી માત્ર 5-5 માણસોને જ બોલાવવા
જેમાં નાડોદા રાજપૂત સમાજમાં લગ્ન પ્રસંગમાં વરઘોડો, ઘોડી અને ડીજેની સાથે બંદૂકના ભડાકા અને દારૂખાનું ફોડવા સહિતની તમામ ખર્ચાળ વિધીને સંપૂર્ણ તિલાંજલી આપવી. ગામમાં વરરાજાના ફૂલેકામાં થતાં અંદાજે એક લાખના ખર્ચાના બદલે સાદાઇથી ચાલતા કે ગાડીમાં જઇ દર્શન કરી આવવા.સગાઇ અને શ્રીમંત પ્રસંગ પાછળ થતાં 500-500 માણસોના રસોડા બંધ કરી માત્ર 5-5 માણસોને જ બોલાવવા.
હવે મામેરામાં માત્ર 25 હજાર રૂ. મુકવા નિર્ણય કરાયો
અગાઉ સમાજના મામેરામાં એકથી બે લાખ રૂ. મુકવામાં આવતા જે હવેથી માત્ર રૂ. 25 હજાર મુકવાનો નિર્ણય કરાયો. પરિવારની વહુનું પલ્લુ ભરતી વખતે અગાઉ 20થી 30 તોલા સોનાની વસ્તુ મુકવામાં આવતી જે હવે 7 તોલા સોનાની વસ્તુ મુકવાનો નિર્ણય કરાયો. એ જ રીતે મરણ પ્રસંગ પાછળ ભોજન અંતર્ગત મીઠાઇ બંધ કરી માત્ર બેસણું જ કરી સાદું ભોજન અને બ્રહ્મદેવોને ભોજન કરાવવા સહિતના નિર્ણયો લઇ એજ દિવસથી એનો ચૂસ્ત પણે અમલ પણ કરવાની શરૂઆત કરવામાં આવી.
8 મહિનામાં તોતીંગ ખર્ચને તિલાંજલી આપી 5 કરોડ બચાવ્યા
નાડોદા રાજપૂત સમાજ દ્વારા છેલ્લા છ આઠ મહિનામાં જ લગ્ન અને મરણ પ્રસંગ પાછળ થતાં તોતીંગ ખર્ચને સંપૂર્ણ તિલાંજલી આપી રૂ. 5 કરોડ જેટલી રકમની બચત કરવામાં આવી હતી. અને આ રકમ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સામાજિક સુધારણા પાછળ વાપરવાના દ્રઢ સંકલ્પ સાથે હાલમાં અમદાવાદ જોધપુર વિસ્તારમાં નાડોદા રાજપૂત સમાજના સપ્તશીલ મંડળ દ્વારા છાત્રાલયની સાથે માંડલમાં રૂ. 1.25 કરોડના ખર્ચે સ્કૂલ બિલ્ડીંગ બનાવવાની સાથે સામાજિક સુધારણા પાછળ વાપરવામાં આવ્યા હતા.
વડગામમાં તો છેલ્લા દોઢ વર્ષથી ચુસ્ત પણે અમલ : જેસીંગભાઇ ચાવડા
નાડોદા રાજપૂત સમાજના આગેવાન જેસીંગભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, વઢીયાર ખારાપાટ નાડોદા રાજપૂત સમાજના તમામ 105 ગામો દ્વારા છેલા છ આઠ મહિનાથી આ તમામ બાબતોનો ચુસ્તપણે અમલ શરૂ કરાયો છે જ્યારે પાટડી તાલુકાના વડગામ સહિત 25 ગામમાં તો છેલ્લા દોઢ વર્ષથી આ તમામ બાબતોનો ચુસ્તપણે અમલ કરાઇ રહ્યોં છે.
નાના છોડસમો સુક્ષ્મ પ્રયાસ આજે વિશાટ વટવૃક્ષ સમાન બન્યો : ખેંગારભાઇ ડોડીયા
નાડોદા રાજપૂત સમાજના આગેવાન ખેંગારભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે, નાડોદા રાજપૂત સમાજના 25 ગામોએ શરૂ કરેલો નાના છોડ સમો સુક્ષ્મ પ્રયાસ આજે નાડોદા રાજપૂત સમાજના તમામ 105 ગામો સુધી પહોંચી વિશાળ વટવૃક્ષ સમાન બનવા પામ્યોં છે. અને નાડોદા રાજપૂત સમાજમાંથી પ્રેરણા લઇ અન્ય સમાજે પણ એનું અનુકરણ કરવાની શરૂઆત કરી છે એ પણ નોંધનીય બાબત છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.