તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિનવારસી લાશ:પાટડીના માલવણ પાસેથી અજાણ્યા પુરુષની કોહવાઈ ગયેલી લાશ મળી, સેવાભાવી યુવાઓએ અંતિમવિધિ કરી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડીના માલવણ પાસેથી અજાણ્યા પુરુષની કોહવાઈ ગયેલી લાશ મળી, સેવાભાવી યુવાઓએ અંતિમવિધિ કરી - Divya Bhaskar
પાટડીના માલવણ પાસેથી અજાણ્યા પુરુષની કોહવાઈ ગયેલી લાશ મળી, સેવાભાવી યુવાઓએ અંતિમવિધિ કરી
  • પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી

માલવણ હાઇવેથી અમદાવાદ જવાના રસ્તે ટોલનાકાથી આગળ ખેતરમાં અજાણ્યા પુરુષની લાશ પડી હોવાના સમાચાર મળતા પોલિસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. અને ત્યાં જોતા પુરુષનું શરીર કાળુ પડી ગયું હતુ. અને શરીરમાં જીવાત પડી ગઇ હોઇ બે-ચાર દિવસથી આ લાશ પડી હોવાનું અનુમાન લગાવ્યું હતુ. ત્યારબાદ મૃતકની લાશને પાટડી સરકારી હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાદમાં પાટડીના રાજુભાઇ વરસાણી સહિતના સેવાભાવી યુવાનોની ટીમ દ્વારા અજાણ્યા પુરુષની લાશની અંતિમવિધિ કરવામાં આવી હતી.

હળવદ પાટીદાર સમાજના અગ્રણી વ્રજલાલભાઈનું દુઃખદ અવસાન

હળવદ પાટીદાર સમાજના અગ્રણી,પાલિકાના પૂર્વ સદસ્ય વ્રજલાલ ભાઈ ઉર્ફ (વજાલાલ)ઇશ્વરભાઇ પટેલનું આજે દુઃખદ અવસાન થયું છે. વ્રજલાલ ભાઈ હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા સાથે જ હળવદમાં પણ તેઓની એક આગવી ઓળખતી વ્રજલાલ ભાઈના અવસાન થી હળવદ પાટીદાર સમાજને અને કોંગ્રેસ પક્ષને બહુ મોટી ખોટ પડી છે.

ત્યારે આજે વ્રજલાલભાઈના અવસાન પર પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઇ કવાડીયા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ, સેક્રેટરી મહેશભાઈ પટેલ, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ સિહોરા,જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હેમાંગભાઈ, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી,હળવદ શહેર ભાજપ મહામંત્રી સંદિપભાઈ પટેલ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર કે.એમ રાણા સહિતના રાજકીય અગ્રણીઓ તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...