પાલિકાની બેદરકારી:પાલિકાએ પ્રિમોન્સૂન કામગીરીના નામે ખાલી સ્ટોર્મ વૉટરની ચેમ્બરો જ સાફ કરી પરિણામે...અડધું સુરેન્દ્રનગર પાણીમાં

સુરેન્દ્રનગ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના ટાંકી ચોક, ટાવર રોડ, સી જે રોડ, રિવરફ્રન્ટ, રતનપર છેવાડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં

સુરેન્દ્રનગર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે સંયુક્ત પાલિકાએ પ્રિમોન્સુન કામગીરી કરી હોવાના દાવા કર્યા હતા પરંતુ કામગીરીના નામે માત્ર શહેરની સ્ટોર્મ વૉટર લાઇનની ચેમ્બરો જ સાફ કરાઈ હતી. દિવ્ય ભાસ્કરે જૂન માસની શરૂઆતમાં શહેરમાં પાણી ભરાશે તેવું અનુમાન કર્યું હતું ત્યારે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતાં અનુમાન સાચું પડ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં વિધિવત્ કહી શકાય તેવો વરસાદ શનિવારે પડ્યો હતો. ચોમાસાના દિવસો નજીક હતા ત્યારે દર વખતની જેમ આ વખતે પણ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાએ પ્રિમોન્સુન એક્શન પ્લાન અમલમાં મૂક્યો હતો. જોકે તેમાં પણ દર વર્ષની જેમ જ 2 જેસીબી અને ટ્રેક્ટરની મદદથી 40 કર્મચારીની ટીમ લગાવાઈ હતી પરંતુ પ્રિમોન્સુન કામગીરીના નામે પાલિકાએ માત્ર સ્ટોર્મ વૉટર લાઇનની ચેમ્બરોની જ સફાઈ કરી હતી.

પાલિકાની બેદરકારી અને વર્ષોથી બીબાઢાળ રીતે કરાતી પ્રિમોન્સૂન કામગીરીમાં કોઈ સુધો ન કરાતાં સીઝનના સારા કહી શકાય તેવા વરસાદમાં જ પાલિકાનો પ્રિમોન્સુન પ્લાન ધોવાયો હતો. ‘દિવ્ય ભાસ્કર’એ 1 જૂને જ શહેરના વિવિધ વિસ્તારમાં દર વર્ષે પ્રિમોન્સુન કામગીરી છતાં પાણી ભરાઈ રહેતા હોવાની લોકસમસ્યા ઉજાગર કરતા સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા અને આ વર્ષ પણ પાલિકાની પ્રિમોન્સુન કામગીરી છતાં વરસાદ પછી ઠેરઠેર પાણી ભરાઈ રહેવાની સમસ્યા માટે લોકોને તૈયાર રહેવા ચેતવણી અપાઈ હતી.

શનિવારે સવારે પોણી કલાક પડેલા વરસાદમાં શહેરના ટાંકી ચોક, ટાવર રોડ, જેલ ચોક, રતનપર વિસ્તાર, રીવરફ્રન્ટ, 80 ફૂટ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં અનુમાન સાચું પડ્યું હતું. સંયુક્ત પાલિકા બની હોવા છતાં કામગીરીમાં કોઈ જ સુધારો કરાયો ન હોવાથી લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...