તંત્ર મૂંઝાયું:પાલિકાએ 20 આખલા પકડ્યા પણ લમ્પીને કારણે પાંજરાપોળે લેવાની ના પાડી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા જતાં તંત્ર મૂંઝાયું
  • પાલિકાએ​​​​​​​ પકડેલા આખલાને રાખવાની વ્યવસ્થા હાથ ધરી

સુરેન્દ્રનગર શહેરના રસ્તાઓ ઉપર ફરતા આખલાનો મોટો ત્રાસ છે. આ ત્રાસ દૂર કરવા માટે પાલિકાએ આખલા પકડવાનું અભિયાન હાથ ધરીને 20 જેટલા આખલાને પકડી લીધા છે. પરંતુ પાંજરાપોળોએ શહેરમાંથી પકડેલા આખલાઓને હાલની સ્થિતિને ધ્યાને રાખીને રાખવાની ના પાડતા પકડેલા આખલાને કયા રાખવા તે મોટો પ્રશ્ન બની ગયો છે.

સુરેન્દ્રનગરના કોઇ પણ રસ્તાઓ ઉપરથી તમે પસાર થાવ એટલે તેમને આખલા અચૂક જોવા મળે જ. રખડતા આખલાઓને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલિકાએ છેલ્લા પાચેક દિવસથી શહેરમાં ફરતા આખલાઓને પકડવા માટેનું અભિયાન હાથ ધર્યું છે. જેમાં અંદાજે 20 જેટલા આખલાઓને પકડીને વીડ વિસ્તારમાં છોડવામાં આવ્યા છે.

પરંતુ હજુ પણ એનેક આખલા શહેરમાં ફરે છે. તેમને પકડવાની કાર્યવાહી પણ ચાલુ છે. પરંતુ પાલિકા સામે એક મોટી સમસ્યા એ આવીને ઊભી છે કે હવે પકડેલા આખલાને કઇ જગ્યાએ મુકવા જવા. કારણ કે વર્તમાન સમયે લમ્પીના વધતા કેસ અને પાંજરાપોળમાં વધી રહેલી પશુની સંખ્યાને ધ્યાને લઇને પાંજરા પોળના સંચાલકો હાલની સ્થિતિએ આખલા રાખવા તૈયાર નથી.

આ બાબતે પાલિકાન ચિફ ઓફિસર સાગર રાડીયાએ જણાવ્યુ કે પાણીની ટાંકી પાસે પકડેલા આખલાને રાખવા માટેની પાલિકાએ વ્યવસ્થા કરી છે. તાર ફેન્સિંગ સહિતની કામગીરી કરીને ખોરાક અને પાણીની વ્યવસ્થા સાથે પકડેલા આખલાને ત્યાં રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...