સમસ્યા:MLA કાર્યાલયે રજૂઆતના પડઘા પાલિકા દ્વારા ગંદાં પાણી દૂર કરાયાં

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ 6ના રહીશોએ ગંદકીના ફોટો પાડી મોકલ્યા હતા
  • નવી ગટરલાઇન નંખાય તો જ ઉકેલ આવી શકે : રહીશો

સુરેન્દ્રનગર નગરપાલિકા હદના નવા સીમકાન મુજબ વોર્ડ 6ના રહીશોએ પ્રજાપતિવાડી વિસ્તાર, મુનિબાપુ વિસ્તારનો ભરવાડવાસ અણીયરી વિસ્તારમાં વરસાદી અને ગટરના પાણીના નિકાલ બાબતે તા. 16-9-27020ને બુધવારે ધનજીભાઈ પટેલના કાર્યાલયે રજુઆત કરી હતી. આ ફરિયાદોનો નિકાલ કરાવે તેવી વિસ્તારના લોકો તેમજ આગેવાનોઅે માંગ કરી હતી. ત્યારે આ રજુઆતના પડઘા પડતા તા. 17-9-20 ના રોજ આ વિસ્તારમાં ગંદા પાણી દુર કરાયા હતા. તેમ છતા અહિંના રહિશો કાયમી ઉકેલ ઈચ્છે છે. જૂની ગટર લાઈનો બ્લોક છે કાદવ કીચડ ભરેલા છે જે નકામી થઈ ગયેલી છે. નવી ગટર પાણી નિકાલની લાઇન નાખેજ તો જ કાયમી ઉકેલ થાય તેવી લોકોની લાગણીને માગણી છે. જયારે પાલિકાના અેન્જિનિયર જયેશભાઇ સોલંકીઅે જણાવ્યુ કે આ વિસ્તારોમાં ગુરૂવારે મુનીબાપુ આશ્રમ 80 ફુટ રોડ વિસ્તારમાં પાણી નિકાલ કરાયો હતો. આવી જ રીતે પાણીના નિકાલ અનેકવાર પંપ મુકીને કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...