સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પરની યુદનંદન પાર્ક વિસ્તારમાં ઘરેથી બાળક કોઈને કહ્યા વગર રમતાંરમતાં જતો રહ્યો હતો. ભારે શોધખોળ બાદ પરિવારજનોએ પોલીસને જાણ કરતાં બી-ડિવિઝન પોલીસે 2 કલાક અને 15 મિનુટમાં જ બાળકને શોધી કાઢ્યો હતો. યદુનંદન પાર્કમાં રહેતા દિલીપભાઈ ભૂપતભાઈ જલુનો 5 વર્ષનો પુત્ર ક્રિપાલ ઘરેથી કોઈને કહ્યા વગર રમતાં રમતાં 11 જાન્યુઆરીએ સવારે 9.15 વાગ્યાની આસપાસ ક્યાંક જતો રહ્યો હતો. આસપાસ તપાસ કરતાં મળી ન આવ્યો એટલે બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
બનાવની ગંભીરતા જોતાં પીએસઆઇ એસ. બી. સોલંકી સહિતની ટીમે શોધખોળ શરૂ કરી હતી. વધુમાં પીસીઆર વાનના હરપાલસિંહ, અજયસિંહને પણ જાણ કરતાં તપાસ દરમિયાન ગુમ થયેલો ક્રિપાલ વઢવાણમાં મૂળચંદ રોડ પરની પૉલિટૅક્નિકલ કૉલેજ પાસેથી 11મીએ જ 11.30 વાગ્યે મળી આવ્યો હતો. આમ 2 કલાક અને 15 મિનિટમાં જ પોલીસે બાળકને શોધી લીધો હતો. બાળકને તેના વાલીને સોંપતાં પરિવારજનો ભાવવિભોર થઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.