સુરેન્દ્રનગરમાં અચાનક ભુકંપ આવ્યો હોવાનો મેસેજ પાઠવવામાં આવતા અધિકારીઓમાં દોડધામ મચી હતી.જેમાં મહાત્મા ગાંધી હોસ્પિટલમાં અચાનક તંત્ર એક્ષન મોડમાં આવતા લોકોમાં દોડધામ મચી હતી. મોકડ્રીલ હોવાનુ જણાવાતા રાહતનો શ્વાસ લીધો હતો.
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલીક ભૂકંપ આવ્યા અંગેનો મેસેજ પાઠવવામાં આવ્યો હતો અને તે મેસેજના ભાગરૂપે જિલ્લા કલેકટર કે.સી. સંપટ તેમજ નિવાસી અધિક કલેકટર એન.ડી.ઝાલા તુરંત જ સ્થળપર પહોંચી જઇ અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડીને કર્મચારીઓ તથા નાગરિકોના જાનમાલની રક્ષા કરીને મોટી જાનહાનીમાંથી ઉગારી લેવા સુચનાઓ આપી હતી.
જેમાંગાંધી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ નર્સિંગ કોલેજમાં NDRF ના જવાનો વિના વિલંબે નર્સિંગ કોલેજના તમામ સ્ટાફનેફને બહાર નિકાળ્યા હતા અને જે વિદ્યાર્થીઓ ઉપર ફસાઈ ગયા હતા તેમને બાંધીને સલામત રીતે નીચે ઉતાર્યા હતા. આની સાથોસાથ જે બેભાન થયા હતા તેમને પણ સ્ટ્રેચરમાં નીચે લાવીને સારવાર કરવામાં આવી હતી.
જેને લઇ લોકોમાં કુતુહલ સાથે ફફડાટ ફેલાયો હતો.જ્યાર અચાનક ભૂકંપ જેવી કુદરતી આપત્તિ આવે તો તંત્ર કેટલું સજાગ છે તેની મોકડ્રીલ હોવાનુ જણાવાતા રાહતનો શ્વાસ લીધો હતો.આ મોકડ્રીલમાં પ્રાંત અધિકારી વી.એન. સરવૈયા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી હરેશ વસેટિયન, ડિઝાસ્ટર મામલતદાર જે.ટી.રાવલ, ડીપીઓ નિલેશ પરમાર, એનડીઆએફ આસીકમાન્ડન્ટ વિક્રમ ચૌધરી, ચિફઓફિસર, પોલીસ જવાનો, એનડીઆરએફ, જવાનો, પીજીવીસીએલ કર્મચારીઓ વગેરે જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.