કોલ્ડવેવનો ચમકારો:ઝાલાવાડમાં 12 ડિગ્રી તાપમાન સુધી પારો ગગડ્યો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીનો પારો ગગડી જતાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાઇ જાય છે. શહેરના રેલવે સ્ટેશનને આંખોને ઠંડક આપતોનજારો જોવા મળ્યો હતો. - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીનો પારો ગગડી જતાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાઇ જાય છે. શહેરના રેલવે સ્ટેશનને આંખોને ઠંડક આપતોનજારો જોવા મળ્યો હતો.
  • જિલ્લામાં 10 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 5.4 અને મહતમ તાપમાનમાં 2.7 ડિગ્રી ઘટાડો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 દિવસથી ઠંડકનું પ્રમાણ વધવા પામ્યુ છે.ત્યારે ગુરૂવારના રોજ 12 ડિગ્રી જેટલુ નીચુ તાપમાન ઠંડક ભર્યા વાતાવરણ વચ્ચે નોંધાતા કોલ્ડવેવનો ચમકારો જોવા મળી રહ્યો છે.જેમાં દિવસ ભર દરમિયાન સવારથી રાત્રી સુધીમાં 15.8 ડિગ્રી જેટલો વધારો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે છેલ્લા 10 દિવસમાં જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં 5.4 અને મહતમ તાપમાનમાં 2.7 ડિગ્રી ઘટાડો નોંધાયો છે. જે ગત વર્ષની સરખામણી પણ વધુ છે.

તાજેતરમાં ઉતરપૂર્વ તરફના રાજ્યમાં બરફવર્ષા થતા ઠંડીનુ જોર વધ્યું છે આથી ગુજરાતમાં ઉતર તરફના રાજ્યોના બર્ફીલા ઠંડા પવનો આવતા ઠંડીનું જોર વધ્યું છે.ગુજરાતમાં ઠંડા શહેરો પૈકી સૌથી વધુ નલિયા 4.6 ડિગ્રી, ત્યારબાદ કંડલા 9.9, કેશોદ 10.3, ભુજ 11, રાજકોટ 11, ડીસા, 12, ગાંધીનગર, 12 સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાનનોંધાયુ છે. આમ જિલ્લામાં ગુરૂવારે લઘુત્તમ તાપમાન 27.8 અને મહતમ તાપમાન 12.0 નોંધાયું છે. જ્યારે દિવસ દરમિયાન સવારથી રાત્રી સુધીમાં 15.8 ડિગ્રી જેટલો પારો ગગડી જાય છે. જિલ્લામાં 10 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 5.4 અને મહતમ તાપમાનમાં 2.7 ડિગ્રી ઘટાડો થયો છે. ગત વર્ષની સરખામણી એ જોતા એવરેજ 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

તાપમાનમાં ફેરફાર

વર્ષ 2020

વર્ષ 2021
તારીખલઘુત્તમમહતમલઘુત્તમમહતમ
718.432.417.430.3
818.233.81729.3
917.834.316.429.8
101932.51629.8
1121.223.81630
1218.22615.830.3
1316.2271729.5
1414.827.114.528.3
1514.327.312.528.8
1613.5271227.8
અન્ય સમાચારો પણ છે...