સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવાર કરતાં શનિવારે લઘુતમ તાપમાનમાં 0.6 ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં 0.8 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. ગરમીનો પારો વધતાં તેની અસર જનજીવન પર પડી હતી. ઝાલાવાડમાં ગરમીનો પારો ધીરે ધીરે વધતાં એક સમયે એપ્રિલના 16 દિવસમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. એપ્રિલ માસમાં ગરમીના પારાએ ગતિ પકડતાં હજુ ગરમી વધવાની શક્યતાઓ વચ્ચે તા. 15 એપ્રિલ ને શુક્રવારે તેમાં લોકોને રાહત મળી ન હતી. અને મહત્તમ તાપમન 41.8 તેમજ લઘુતમ 24.2ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
બીજી તરફ તા. 16 એપ્રિલ ને શનિવારે એકાએક લઘુતમ તેમજ મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. આ દિવસે જિલ્લામાં લઘુતમ તાપમાન 24.8 તેમજ મહત્તમ તાપમાન 42.6 ડિગ્રી તાપમાન નોંધાયંુ હતું. પરિણામે એક જ દિવસમાં લઘુત્તમ 0.6 ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં 0.8 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.મહત્ત્વનું છે કે એપ્રિલ મહિનામાં જ ગરમીનો પારો 42 ડિગ્રીને આંબી જતાં મે મહિનામાં આકરો તાપ પડવાની ભીતિ સેવાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.