પર્યટક સ્થળ ખુલ્લુ:છેલ્લા ચાર મહિનાથી બંધ ઘુડખર અભયારણ્ય આજથી પર્યટકો માટે ખુલ્લુ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
છેલ્લા ચાર મહિનાથી બંધ ઘુડખર અભયારણ્ય આજથી પર્યટકો માટે ખુલ્લુ
  • શિયાળામાં બહારથી વિદેશી પક્ષીઓ બહુ મોટી સંખ્યામાં આવે છે

છેલ્લા ચાર મહિનાથી બંધ ઘુડખર અભયારણ્ય પર્યટકો માટે ખુલ્લુ મૂકાયું છે. કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલુ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલા છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલા ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે.

અને બીજે ક્યાંય જોવા નથી મળતા. જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ શિયાળાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. આ રણની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિરનું આયોજન થાય છે. આજથી 15 જૂન સુધી આ અભયારણ્ય પ્રવાસી માટે ખુલ્લું રહેશે.

છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. આ શિયાળામાં આ રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે. છેલ્લે થયેલી ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 6082 જેટલી નોંધાયેલી છે.ઉલ્લેખનીય છે કે, આ વખતે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડ્યોં છે જેના કારણે રણની અંદર હજુ પણ પાણી ભરાયા છે. જેથી પ્રવાસીઓ માટે રણની અંદર જવું મુશ્કેલ છે.

હજી રણની અંદર રહેલા પાણીને ઓસરતા લગભગ 20 દિવસ જેટલો સમય લાગે તેમ છે. અને આ વખતે સારો વરસાદ થયો હોવાથી વિદેશી પક્ષીઓની સંખ્યા વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ પક્ષીઓ હજારો કિલોમીટર દૂરથી અહીં આવે છે. તેનું કારણ અહીયાનું વાતાવરણ તેમજ તેમને પૂરતા પ્રમાણમાં ખોરાક પણ મળી રહે છે.

અન્ય સમાચારો પણ છે...