તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:મોરબીમાં ફાઈનાન્સ કંપનીના ઇન્ચાર્જ મેનેજરે રૂ. 8.10 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રાહકોના નાણા ફાઈનાન્સ કંપનીમાં જમા કરવાના બદલે ચાઉં કરી ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

મોરબીના ત્રાજપર ચોકડી પાસે આવેલ આઇ.આઇ.એફ.એલ. ગોલ્ડ લોન કંપનીની બ્રાંચમા ઇન્ચાર્જ મેનેજરે રૂ. 8.10 લાખની ઉચાપત કર્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં ઇન્ચાર્જ મેનેજરે આ કંપનીના ગ્રાહકોના નાણા ફાઈનાન્સ કંપનીમાં જમા કરવાના બદલે ચાઉં કરી ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના ગ્રીન ચોક પાસે આવેલી પારેખ શેરીમાં રહેતા અને ત્રાજપર ચોકડી પાસે આવેલ આઇ.આઇ.એફ.એલ. ગોલ્ડ લોન કંપનીની બ્રાંચમા નોકરી કરતા ભાવીનભાઇ મહેન્દ્રભાઇ મહેતા (ઉ.વ-31) એ આરોપી હાર્દીકભાઇ લલીતભાઇ દવે (ઉ.વ-24 રહે અનંતનગર શેરી નંબર-2 સામાકાંઠે મોરબી-2 હાલ રહે-ચાકુ દેપાળાની શેરી જુની પોસ્ટ ઓફીસ ધાંગ્રધા જી-સુરેન્દ્રનગર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. 5 ઓક્ટોબરથી તા. 21 ઓક્ટોબર દરમ્યાન આરોપીએ છેતરપિંડી કરી હતી.

જેમાં આરોપી છેલ્લા એક વર્ષથી આઇ.આઇ.એફ.એલ. ગોલ્ડ લોન ફાઈનાન્સ કંપનીની ત્રાજપર ચોકડી નજીક આવેલ બ્રાંચમા ઇન્ચાર્જ મેનેજર તરીકે પોતાની નોકરી કરતા હોય તે વખતે કંપની તથા કંપનીના ગ્રાહકો સાથે વિશ્વાસ કેળવી ફાઈનાન્સ કંપનીના ગ્રાહકની લોનના કુલ રૂ. 8.10 લાખ ફાઈનાન્સ કંપનીમા ભરપાઇ ન કરી કંપની તથા ગ્રાહકો સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે બી ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો