તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:વઢવાણ કસ્બાશેરી જમાતખાના પાસે શેરીનો મુખ્ય રસ્તો એકાએક બેસી ગયો

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા અત્યાર સુધી કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ
  • પાલિકાના એન્જિનિયરે જણાવ્યુ કે, ખાળકૂવાઓના કારણે રોડ બેસી ગયો

વઢવાણ કસ્બાશેરી જમાતખાના પાસે શેરીનો મુખ્ય રસ્તો એકાએક તૂટી જતા લોકોમાં રોષ ફેલાયો હતો. જ્યારે આ અંગે યોગ્ય કાર્યવાહીની રહીશોએ માંગ કરી હતી. ત્યારે આ રસ્તો રહિશોના ખાળકૂવાના કારણે તૂટી ગયો હોવાની જણાવ્યુ હતુ.વઢવાણ કસ્બાશેરી જમાતખાના પાસે 40થી વધુ રહીશોના મકાનો આવેલા છે. ત્યારે શેરીના મુખ્ય રસ્તા પર આરસીસી રોડ તૂટવાની સાથે બેસી જતા લોકોમાં રોષ ફેલાયો હતો.

આ અંગે વિસ્તારના પટ્ટણી ઇરફાનભાઈ, એહમદભાઈ મલેક, જાકીરભાઈ મલેક, ચૌહાણ સરફરાજભાઈ, સોલંકી મુસ્તાકભાઈ સહિતના રહીશઓએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી ગટર લીકેજ હતી જેના કારણે રહીશોને જાતે પાણીનો નિકાલ કરવો પડતો હતો. રોડની નીચે ગટરના પાણી સહિતના કારણે એકાએક રોડ તૂટવાની સાથે બેસી ગયો અને ખાળકૂવાની દિવાલ પણ બેસી ગઇ હતી. પાલિકાને આ અંગે રજૂઆત કરી હતી. અને હાલમાં કામ ચાલુ છે.

પરંતુ તુટેલો આરસીસી રોડને બહાર કાઢવાનું પણ અમારા ખર્ચે કઢાવાવનું તંત્રે જણાવ્યું હતુ. આથી રહીશોએ આ ખર્ચે ઉપાડીને કામગીરી શરૂ કરી છે. પરંતુ આ બનાવથી રસ્તો બ્લોક થઇ જતા લોકોને ફરી ફરીને ઘર સુધી પહોંચવુ પડે છે. એટલે ઝડપથી આ રસ્તો બનાવવામાં આવે તેવી અમારી માંગ છે. જ્યારે પાલિકાના એન્જિનિયર જયેશભાઈ સોલંકીએ જણાવ્યુ કે, ખાળકૂવાઓના કારણે નીચેથી રોડ બેસી ગયો હતો.

ગટરના ઢાંકણામાં કારનું ટાયર ફસાયું

વઢવાણ સતવારાપરા ભુવાની વાડી પાસે એક માસથી ગટરનું ઢાંકણુ તુટેલું છે. અનેક રજૂઆત કરવા છતા કાર્યવાહી નહી થતી હોવાની લોકોમાં બૂમરાણ ઉઠી હતી. ત્યારે આ રસ્તા પરથી પસાર થતી એક કાર ટાયર તૂટેલા ઢાંકણામાં ફસાઇ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો