તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લંબાઈનો રેકોર્ડ:વઢવાણમાં દેશનો સૌથી લાંબો ‘રૂપસુંદરી’ નામનો સાપ મળ્યો, સીમમાં સુરક્ષિત રીતે છોડી મુકાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણથી દેશનો સાૈથી લાંબો રૂપસુંદર નામનો સાપ મળ્યો. - Divya Bhaskar
વઢવાણથી દેશનો સાૈથી લાંબો રૂપસુંદર નામનો સાપ મળ્યો.
  • દેખાવે ખૂબ જ સુંદર હોઈ, સાપનું નામ રૂપસુંદરી પડ્યું હતું

ઝાલાવાડમાં ચોમાસાની ઋતુ ચાલુ થઇ ગઈ છે. એવા સમયે સાપ વધુ જોવા મળતા હોય છે, પરંતુ વઢવાણની શાક માર્કેટમાં લાંબો સાપ જોવા મળતાં લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારે સાપના રક્ષણ માટે વર્ષોથી કામ કરતા હિતેશ્વરસિંહે મોરી શાક માર્કેટ પહોંચી સાપને પકડી લીધો હતો. સાપોના જાણકાર હોઈ રૂપસુંદરીના નામે ઓળખાતા સાપની લંબાઇ આટલી ન હોય એવું જાણે ગુજરાતના સર્પના નિષ્ણાતો સાથે વાતો કરીને ખરાઈ કર્યા બાદ તેમને એવું જાણવા મળ્યું હતું કે વઢવાણમાંથી પકડાયેલો રૂપસુંદરી નામનો આ સાપ ભારતનો સૌથી વધુ લંબાઈ ધરાવતો સાપ છે.

વઢવાણમાંથી જે સાપ મળ્યો છે એની લંબાઇ 5 ફૂટ 7 ઇચ છે.
વઢવાણમાંથી જે સાપ મળ્યો છે એની લંબાઇ 5 ફૂટ 7 ઇચ છે.

આ અંગે હિતેશ્વરસિંહ મોરીએ જણાવ્યું હતું કે રૂપસુંદરી નામના સાપની સામાન્ય લંબાઇ 3.5 ફૂટથી 4 ફૂટ સુધીની હોય છે. વઢવાણમાંથી જે સાપ મળ્યો છે એની લંબાઇ 5 ફૂટ 7 ઇચ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સર્પ સંદર્ભ-2 નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે આ અગાઉ રૂપસુંદરી નામના સાપની સૌથી વધુ લંબાઇ 5 ફૂટ 5 ઇંચનો રેકોર્ડ છે,. જ્યારે વઢવાણમાંથી 5 ફૂટ 7 ઇચનો રૂપસુંદરી નામનો સાપ મળ્યો છે, જે આ પ્રજાતિનો દેશનો સૌથી લાંબો સાપ છે. આ સાપને સીમ વિસ્તારમાં સુરક્ષિત છોડી મુકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...