સુરેન્દ્રનગર એલસીબીની ટીમે પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે એક શખ્સને ચોરીની ચાર ગાડીઓ સાથે દબોચી લીધો હતો. પોલીસે ગાડીઓ મળી કુલ રૂા.11,50,000નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે કારયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એલસીબીની ટીમે આરોપી રૂષભભાઈ કીરીટભાઈ શાહને રીવરફ્રન્ટ ઉપરથી પકડી પાડી મજકુર ઈસમના કબજામાંથી ચોરી કે છળકપટથી મેળવેલી ઈકો ગાડી રજી નં. GJ-13-RR-0983 કિં.રૂા. 3 લાખ, એસપ્રેસો ગાડી રજી. નં. GJ-06-PB-3435 કી.રૂા.2,50,000, ઈકો ગાડી રજી. નં. GJ-13-RR-0983 કી.રૂા. 3 લાખ, ઈકો ગાડી રજી. નં. GJ-02-DE-5947 કી. રૂા. 3 લાખ મળી કુલ રૂા.11,50,000ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો.
આરોપીની સઘન પુછપરછ કરતા સદરહું ગાડીઓ આજથી પાંચેક મહિના પહેલા થાનગઢ, ચોકડી પાસેથી ઈકો ગાડીની ચોરી તેમજ આજથી દસેક મહીના પહેલા નડીયાદ, આરટીઓ પાસેથી વિશાલભાઈ પરમાર રહે. આણંદ વાળાની એસસ્પેસો ગાડીની ચોરી તેમજ આજથી પાંચેક મહીના પહેલા રાધનપુરા દેરાસર પાસેથી ઈકો ગાડીની ચોરી તેમજ આજથી બે મહીના પહેલા પાટડી કોર્ટ પાસેથી ઈકો ગાડીની ચોરી તેમજ ઈકો ગાડીઓ પોતે ફેરવતો હતો. તેમજ કયારેક પૈસાની જરૂરત હોય ત્યારે આ ગાડીઓ ગીરવે મુકતો હતો. જ્યારે પૈસાની સગવડ થાય ત્યારે આ ગાડીઓ છોડાવી લેતો હતો તેમ જણાવી ગુનો કબૂલ્યો હતો. જેથી પોલીસે સીઆરપીસી કલમ 102 મુજબ મુદ્દામાલ કબ્જે કરી તથા મજકુર ઈસમને સીઆરપીસી કલમ 41 (1) ડી મુજબ કાર્યવાહી કરી સુરેન્દ્રનગર સીટી એ ડીવી. પો.સ્ટે. સોપી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.