હડતાલ:જિલ્લામાં ST કર્મીઓની હડતાલ લંબાઇ, આંદોલનમાં સતત બીજીવાર ફેરફાર, 21 ઓકટોબરે સ્વૈચ્છિક માસ સીએલ પર જશે

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ડેપોમાં વિવિધ પ્રશ્નો અને માંગણીઓને લઇને જુદા જુદા કાર્યક્રમો સાથે આંદોલન ચાલુ રહ્યું છે. 8 ઓક્ટોબરે તમામ કર્મીઓએ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી. પરંતુ આ હડતાલમાં સતત બીજી વાર ફેરફારો થતા હવે 21 ઓક્ટોબરે સામૂહિક માસ સીએલ સાથે આંદોલન કરવાની ચીમકી અપાઈ હતી. એસટીનું ખાનગીકરણ તેમજ એસટીમાં ફરજ બજાવતા કર્મીઓની વિવિધ માંગણીઓ અને પ્રશ્નોને લઇને આંદોલન ચાલુ રહ્યું છે. જેની અસર સુરેન્દ્રનગર જિલ્લાના ડેપો પર પણ થઇ છે.

ત્યારે તા.4-10-21 ના રોજ નિગમના ઉપાદયક્ષ અને વહીવટી સંચાલક તેમજ વાહન વ્યહારમંત્રી સાથે ચર્ચા થયેલી તેમજ 5 ઓક્ટોબરને મંગળવારે પુનઃ વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી સાથે કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત મંત્રી દ્વારા પ્રશ્નોના નિકાલ માટે સમય આપવા અને માસ સીએલનો કાર્યક્રમ થોડાક સમય સુધી ન કરવાની અપીલ કરાઈ હતી. તેઓએ ખાત્રી આપી કે નાણાં મંત્રાલય અને સંલગ્ન વિભાગોનાના અધિકારીઓ અને મંત્રી તેમજ જરૂરિયાત પડે તો મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા કરી વ્યાજબી પ્રશ્નોનો નિકાલ કરાશે તેવું જણાવ્યું હતું.

આથી સંકલન સમિતિ દ્વારા આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી આપણું આંદોલન યથાવત રાખી તા 8-10-21 નાં રોજ ના માસ સીએલના કાર્યક્રમ માં ફેરફાર કરી જો તા.19-10-21 સુધી આપણી માંગણીઓનો નિકાલ નહી કરવામાં આવે તો નિગમના તમામ તા.20-10-21ની મધ્યરાત્રી એટલે કે તા.21-10-21ના રોજ સામૂહિક સ્વૈચ્છિક માસ સીએલ પર જવાની ચીમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત હાલમાં સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલા સૂત્રોચાર અને ઘંટનાદનો કાર્યક્રમ તા 20-10-21 સુધી તમામ વિભાગ અને સુરેન્દ્રનગર, લીંબડી, ચોટીલા તેમજ ધ્રાંગધ્રા ડેપો ખાતે યથાવત ચાલુ રાખવાનો નિર્ણય લેવાની સાથે આંદોલન કાર્યક્રમ ચાલુ રાખશે.

અન્ય સમાચારો પણ છે...