હવામાન:છેલ્લા 10 દિવસમાં ન્યૂનતમ 6.5 ડિગ્રી અને મહત્તમ 3.8 ડિગ્રીનો વધારો-ઘટાડો નોંધાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જિલ્લામાં છેલ્લા 10 દિવસથી ઠંડકનું પ્રમાણ વધવા પામ્યુ છે.ત્યારે મંગળવારે તાપમાનનો પારો ન્યૂનતમ 10.8 ડિગ્રી સુધી ગગડી ગયો હતો. જ્યારે 10 દિવસની સરખામણી કરતા જિલ્લામાં 6.5 ડિગ્રી ન્યૂનતમ, 3.8 ડિગ્રી મહતમ તાપમાનમાં વધઘટ નોંધાઇ છે. 10 દિવસમાં સરેરાશ દિવસભર દરમિયાન 19.5 ડિગ્રી તાપમાનમાં સવારથી રાત્રિ સુધીમાં ઘટાડો થાય છે.

ઉત્તરપૂર્વ તરફના રાજ્યમાં બરફવર્ષા થતા ઠંડીનુ જોર વધ્યું છે. ગુજરાતમાં ઠંડા શહેરો પૈકી સૌથી વધુ શહેરો પૈકી સુરેન્દ્રનગરમાં પણ તાપમાનનો પારો છેલ્લા 2 દિવસથી ગગડી રહ્યો છે. જિલ્લામાં મંગળવારે લઘુતમ તાપમાન 10.8, મહતમ તાપમાન 30.3 હતું. જિલ્લામાં 10 દિવસની સરખામણી કરીએ તાપમાનમાં તો સૌથી વધુ મહતમ તા.12ના રોજ 30.3, સૌથી લધુતમ તાપમાન તા.17મીએ 10.5 ડિગ્રી નોંધાયું છે.

જિલ્લામાં છેલ્લા 10 દિવસનું તાપમાન

તારીખલઘુતમમહતમ
111630
1215.830.3
131729.5
1414.528.3
1512.528.8
161227.8
1710.526.8
181226.5
1911.227.4
201128.3
2110.830.3
અન્ય સમાચારો પણ છે...