ચોરી:જોરાવરનગરનો પરીવાર લગ્નમાં ગયો અને તસ્કરોએ ઘર સાફ કર્યું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરના નકુચા તૂટેલા જણાતાં પાડોશીએ જાણ કરી
  • દાગીના સહિત રૂ.1,71,500ના મુદામાલ ચોરીની જોરાવરનગર પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ

સુરેન્દ્રનગરના જોરાવરનગરનો પરીવાર ગાંધીનગર લગ્નમાં ગયો હતો. તેઓન પાડોશીએ ઘરના નકુચા તુટેલા હોવાની જાણ કરતા પરત આવ્યો હતો. ઘરમાં તપાસ કરતા માલસામાન વેરવીખેર જણાયો હતો. આથી જોરાવરનગર પોલીસ સ્ટેશને રૂ.1,71,500ની ચોરી થયાની ફરીયાદ નોંધાવાઇ હતી.

સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ સ્ટેશને દિપકકુમાર ભટ્ટે ફરીયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યા મુંજબ તેઓ મહાવીર એપાર્ટમેન્ટ શાંતા સોપ સામે જોરાવરગનરમાં રહે છે.તેઓ તા.17-4-2022ના રોજ પુત્ર, પુત્રી પત્ની સાથે ગાંધીનગર લગ્નમાં જવા નિકળ્યા હતા.જ્યારે ઘરે વર્ષોથી સાઉન્ડ સીસ્ટમમાં ઓપરેટર તરીકે કામ કરતા તેમના ઘેર જ રહેતા નવઘણભાઇ વાટુકીયા ઘરે હતા. તેઓ બોપલ પહોંચ્યા ત્યાં પાડોશી દક્ષાબેન ચાંપાનેરીનો પત્નીને ફોન આવ્યો કે તમારા ઘરે કેટરીંગના પૈસા આપવા લીલાબેન ડાભી આવેલા પરંતુ ઘરમાં કોઇ હાજર નથી.તમારા ઘરના દરવાજા ખુલ્લા છે દરવાજાનો હુક તુટેલો અને સામાન વેરવીખેર પડેલો છે. આથી ચોરી થયાનું જણાય છે. આથી નવઘણભાઇને ફોન કરતા તેઓએ સાંજ સુધી ઘરે હતા અને પછી તાળુ મારી ટ્યુશન ગયાનુ જણાવયુ હતુ.

આથી પરીવાર તાત્કાલીક ઘરે પરત આવ્યો હતો. અને તપાસ કરતા કબાટના લોકરનો લોક તુટેલો હતો અને સોના ચાંદીના દાગીના જણાયા ન હતા. આથી સોના ચાંદીના દાગીના રૂ.1,71,500ની કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી હતી.જ્યારે તેમના બાજુના અરીહંત એપાર્ટમેન્ટમાં પણ બે મકાનમાં તાળા તુટ્યાની જાણકારી આપી હતી. આ બનાવની ફરીયાદ નોંધી વધુ તપાસ જોરાવરનગર પોલીસ સ્ટેશનના હેડકોન્સટેબલ રણજીતસિંહ ચૌહાણ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...