જન આશીર્વાદ યાત્રાની પૂર્ણાહુતિ થતાં સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્ર ભાઈ મુંજપરાને જિલ્લા વાસીઓએ ભવ્ય પ્રતિસાદ આપ્યો હતો. ત્રણ દિવસ જન આશીર્વાદ યાત્રા ચાલી હતી. અને આજે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પંડિત દિન દયાલ હોલ ખાતે સભા યોજી અને જન આશીર્વાદ યાત્રાની પુર્ણાહુતી કરી હતી.
સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્ર ભાઈ મુંજપરાને જિલ્લા વાસીઓએ ભવ્ય પ્રતિસાદ આપ્યો હતો. સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી, ચોટીલા, હળવદ, ધ્રાંગધ્રા, લખતર અને પાટડી સહિતના સુરેન્દ્રનગર જીલ્લાના તમામ તાલુકાઓ અને સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં આવતા વિરમગામ પથંકમાં મળી કુલ ત્રણ દિવસ જન આશીર્વાદ યાત્રા ચાલી હતી. આજે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પંડિત દિન દયાલ હોલ ખાતે સભા યોજી અને જન આશીર્વાદ યાત્રાની પુર્ણાહુતી કરી હતી.
આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્રિય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્ર ભાઈ મુંજપરાએ સુરેન્દ્રનગર વાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ જન આશિર્વાદના છેલ્લા દિવસે સુરેન્દ્રનગરમાં યુવાનો દ્વારા ભવ્ય બાઈક રેલી બાદ સામાજિક ધાર્મિક સંસ્થાઓની મુલાકાત લઈ જિલ્લા વાસીઓનો કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે ચંદ્રેશભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા આ જન આશિર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.