તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ઇન્જેક્શન ડુપ્લિકેટ છે કે સાચા તેની તપાસ ડ્રગ વિભાગ કરશે

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મ્યુકોરનાં ઇન્જેક્શન સાથે પકડાયેલા આરોપીઓ 4 દી’ના રિમાન્ડ પર
  • રૂ. 1.40 લાખનાં બિલ વગરનાં ઇન્જેક્શન આરોપીઓ ક્યાંથી લાવ્યા તેની તપાસનો ધમધમાટ શરૂ

સુરેન્દ્રનગરમાંથી મ્યુકર માઇકોસીસની સારવાર માટે દર્દીને આપવામાં આવતા ઇન્જેકશન સાથે પોલીસે બે આરોપીને પકડી લીધા હતા. આ કેસનું પગેરૂ શોધવા માટે પોલીસે આરોપીના રીમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે 4 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. આરોપીઓ પાસેથી મળેલા ઇન્જેકશન ડુપ્લીકેટ છે કે નહી તેની તપાસ માટે ડ્રગ વિભાગે સેમ્પલ લઇને કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગરમાં મ્યુકર માઇકોસીસના દર્દીની સંખ્યા વધી રહી છે. ત્યારે આ રોગની સારવાર માટે દર્દીના આપવામાં આવતા ઇન્જેકશનની માંગ વધી રહી છે. આવા સમયે સિટી પીઆઇ વી.વી.ત્રિવેદીના ડિ સ્ટાફે લીંબડીના દલસુખ જેરામભાઇ પરમારને સુરેન્દ્રનગર માંથી રૂ.1.40 લાખની કિંમતના 20 ઇન્જેકશન સાથે પકડી લીધો હતો. બાદમાં તેને આ ઇન્જેકશન લાવી આપનાર સમીર અબદુલ્લભાઇ મન્સુરીને પણ પકડી લેવામાં આવ્યો હતો.

આ બંનેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 4દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બાબતે પીઆઇ વી.વી.ત્રિવેદીએ જણાવ્યુ કે આરોપી પાસે બીલ વગરના ઇન્જેકશન કયાથી આવ્યા તેની તપાસ ચાલુ છે. આ ઉપરાંત આ ઇન્જેકશન ડુપ્લીકેટ છે કે નહી તેની વિગતો મેળવવા માટે ડ્રગ્સ વિભાગની મદદ લઇને સેમ્પલ મોકલવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...