વેક્સિનની વાયલ ઉકરડામાં મળી:સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની વેક્સિનના સ્ટોરની બાજુમાં ઘટના બની હોવાની આશંકા

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 નવેમ્બરે વેક્સિનની વાયલ ઉકરડામાં હતી તેવો વીડિયો વાઈરલ થયો હતો

સોશિયલ મીડિયામાં સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્યની કચેરી આજુબાજુ કોરોનાની વેક્સિનની વાયલ ઉકરડામાં પડ્યા હોવાનું ફરતું થતું ચકચાર ફેલાઇ હતી. તા. 20 નવેમ્બર શનિવારે બનેલી ઘટનાને લઇને હરકતમાં આવેલુ તંત્રે અંતે સુરેન્દ્રનગર જિલ્લાની કે ક્યાં રસીનો સ્ટોક આવે છે તે વેક્સિન સ્ટોરની બાજુમાં જ આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તપાસમાં ઉકરડામાં અન્ય દવાઓના ખાલી ખોખા હોવાની સાથે તપાસ ચાલુ છે તેમ આરોગ્ય તંત્રે જણાવ્યું હતુ.

સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીની આજુબાજુ ઉકરડામાં વેક્સિનનું વાયલ મળ્યુ હોવાના ફોટા તેમજ વિડીયો સોશિયલ મિડિયામાં તા. 20 નવેમ્બરને શનિવારે ફરતા થતા આરોગ્યમાં દોડધામ મચી હતી. જિલ્લામાં બનેલી ઘટનાના પડઘા સરકારમાં પણ પડતા આ બાબતે તપાસના આદેશો પણ કરાયા છે. ત્યારે બનાવના 5 દિવસ બાદ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની વેક્સિન સ્ટોરની બાજુમાં ઘટના બની હોવાની આશંકા આરોગ્ય તંત્રે વ્યક્ત કરી હતી.

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીકુમાર પ્રસાદે જણાવ્યું કે, આ સ્થળે તપાસ કરવામાં આવી હતી અને રસીની કોઇ શીશી કે વાયલ મળ્યા ન હતા. માત્ર અન્ય દવાઓના ખાલી ખોખા ઉકરડામાં પડયા હતા. અને જ્યાં સ્ટોર છે તે સ્થળે રસના સ્ટોકની તપાસ કરતા સ્ટોક પણ બરોબર હોવાનું ધ્યાને આવ્યુ હતુ. એવી બની શકે કે કોઇ આ જે ઘટના બની છે તેમાં રસીની શીશી કે વાયલ લઇને ફોટા કે વિડીયો કરીને મૂકી પણ દીધા હોઇ શકે. કોઇ માણસોએ પોતાના સ્વાર્થ માટે આવુ કર્યુ હોઇ શકે. છતા સરકારના આદેશ પ્રમાણે વધુ તપાસ ચાલુ છે અને કોઇ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

બંધ સીસી ટીવી કેમેરાથી અનેક સવાલ
સુરેન્દ્રનગર જિલ્લાનું મુખ્ય વેક્સિનેશન સ્ટોર સેન્ટર જિલ્લા પંચાયતની કચેરી સામે રોડ પસાર કર્યા બાદ આવેલુ છે. અને ત્યાં અમદાવાદથી રસીનો સ્ટોક આવે તેનો સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ અન્ય જે તે વેક્સિનેશન સેન્ટરમાં ફાળવણી કરવામાં આવે છે. ત્યારે મુખ્ય વેક્સિનેશન સ્ટોર સેન્ટરની આજુબાજુ જ ઘટના બની હોવાની સાથે આ સેન્ટરની બહાર રહેલ સીસીટીવી કેમેરો પણ બંધ હાલતમાં હોવાનું બહાર આવતા લોકોમાં પણ અનેક સવાલો ખડા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...