તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પદગ્રહણ:રોટરી ક્લબ ઓફ હળવદ અને તેની 7 ક્લબનો પદગ્રહણ સમારોહ યોજાયો

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
રોટરી ક્લબ ઓફ હળવદ અને તેની 7 ક્લબનો પદગ્રહણ સમારોહ યોજાયો - Divya Bhaskar
રોટરી ક્લબ ઓફ હળવદ અને તેની 7 ક્લબનો પદગ્રહણ સમારોહ યોજાયો
  • વિવિધ ક્લબોના પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને બોર્ડ મેમ્બરોએ વર્ષ 2021/22 માટે શપથ લીધા

હળવદ શહેરમાં આવેલ શરણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં રોટરી ક્લબ ઓફ અને તેની વિવિધ 7 ક્લબના પ્રેસિડેન્ટ,સેક્રેટરી અને બોર્ડ મેમ્બરોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ભુજથી ખાસ ઉપસ્થિત પાસ્ટ આસિસ્ટન્ટ ગવર્નર ડિસ્ટ્રીક્ટ 3054ના જયેશભાઇ શેઠ દ્વારા દરેક કલબના હોદ્દેદારોને શપથ લેવડાવામાં આવ્યા હતા.

આ સમારોહમાં રોટરી ક્લબ ઓફ હળવદના પ્રેસિડેન્ટ તરીકે ગોપાલ ઠક્કર, સેક્રેટરી કાંતિ પટેલ, ઇનર વિલ કલબમાં જલ્પાબેન અઘારા, સેક્રેટરી રીટાબેન એરવાડિયા, રોટરેક્ટ ક્લબમાં પ્રેસિડેન્ટ ઉત્તમ પટેલ, સેક્રેટરી મિતેષ મુંજપરા, આર.સી.સી. સિનિયર સીટીઝન કલબમાં હસુ પટેલ, સેક્રેટરી મનજી મેર, આર.સી.સી ટિકરમાં વિનોદ એરવાડિયા, સેક્રેટરી સંતોષ દેથરીયા, ઇન્ટરેક્ટ કલબમાં પ્રેસિડેન્ટ દેવાંગ રાવલ, સેક્રેટરી સૂર્યદીપ ઝાલા, અરલીએક્ટ ક્લબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલમાં યુવરાજ રાઠોડ અને સેક્રેટરી ભાવિન મકવાણાની વરણી કરવામાં આવી હતી. આ સમારોહમાં ભુજથી ખાસ ઉપસ્થિત પાસ્ટ આસિસ્ટન્ટ ગવર્નર ડિસ્ટ્રીક્ટ 3054 ના જયેશભાઇ શેઠ દ્વારા દરેક કલબના હોદ્દેદારોને શપથ લેવડાવામાં આવ્યા હતા. આ પ્રસંગે આસિસ્ટન્ટ ગવર્નર રાજીવભાઈ મહેતા તેમજ વઢવાણ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, વઢવાણ મેટ્રો મોરબી ક્લબના હોદેદારો અને રોટરીયનો તેમજ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...