તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:હળવદ સામતસર તળાવ કાંઠે વસતા પરિવારોના ઝૂંપડે અંધારા ઉલેચાયા

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દરીદ્રનારાયણના ઘરે દિવાના સ્થાને એલઇડી લાઇટનો અજવાસ ફેલાવવા પ્રયાસ

હળવદમાં સામતસર તળાવના કાંઠે છેલ્લા 20 વર્ષથી કાચા ઝૂંપડાઓ બાંધીને વસવાટ કરતા વિચરતી-વિમુક્ત જાતિના પરીવારો વસી હળવદમાં છુટક મજુરી કરી પરીવારનું ગુજરાત ચલાવે છે. આટલા વર્ષોમાં પાયાની જરૂરીયાત એવી વીજળી પણ તેમના સુધી ન પહોંચતા 27લોકો અને 11 બાળકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેમાં સાંજે અંધારૂ થતા અંધારામાં બહેનોને રસોઇ બનાવવી પડતી અને પરિવારોને અંધારેજ વાળુ કરવુ પડતુ જ્યારે શાળામાં ભણતા બાળકોને રાત્રે અભ્યાસ પણ થઇ શકતો ન હતો.

જ્યારે આ વિસ્તાર તળાવ કાંઠો હોવાથી રાત્રીના સમયે અંધારામાં જીવ, જંતુ કરડવાના બનાવો બનતા હતા. આ અંગે હળવદ રોટરી ક્લબના રાજેન્દ્રસિંહ રાણએ જણાવ્યુકે રોટરી ક્લબ ટીમના ધ્યાને આવ્યુકે આ ઝુંપડામાં રહેતા બાળકો દરબાર ગઢની શાળામાં અભ્યાસ કરે છે. દિવસે શાળામાં અભ્યાસ બાદ રાત્રે ઝુંપડામાં અંધારાને લીધે અભ્યાસને અસર થતી હોવાનું ધ્યાને આવતા આ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જેમાં જ્યોતીબેન દલવાડી,અંકિતભાઇ લખતરીયા, પ્રતિકભાઇ પાઠકના આરથિક સહયોગથી ઝુંપડામાં સોલાર સિસ્ટમ આધારીત લાઇટ નાંખી આપવામાં આવી હતી.જેમાં એક સિસ્ટમમાં ત્રણ બલ્બ ચાલુ કરી શકાય છે જે સતત 6 કલાક ચાલે છે જો એક બલ્બ ઉપયોગમાં લેતો 16 કલાક ચાલે છે.જ્યારે સૌરઉર્જા આધારીત હોવાથી વીજળી બચત થાય અને આર્થિકપણ પરવડેતેમ છે.જ્યારે આ સોલાર સીસ્ટમની મદદથી મોબાઇલ પણ ચાર્જ થઇ શકે છે.

હવે રાત્રે પણ અભ્યાસ કરશું
રાત્રી દરમિયાન ઝુંપડામાં લાઇટ ન હોવાથી અમે સ્કુલમાંથી અપાતુ ઘરકામ અંધારૂ થાય પહેલા પુર્ણ કરવુ પડતુ હતુ.જ્યારે લાઇટના અભાવે રાત્રી દરમિયન કરી શકતા ન હતા.હાલ આ લાઇટની સુવિધા મળતા તેની મદદથી રાત્રી દરમિયાન પણ અભ્યાસ કરી શકીએ છીએ. > રવી ભલાભાઈ ચૌહાણ, (વિદ્યાર્થી)

હવે અંધારામાં રસોઈ કે વાળુ કરવુ પડતુ નથી
અમો સવારથીજ કામકાજ અર્થે ગામોગામ જવા નિકળી જતા હોવાથી અમારી વસ્તીના લોકો સાંજે પાછા આવે ત્યારે અંધારૂ થઇ જતુ હોય છે. આથી સાંજના સમયે અંધારામાં રસોઇ કરવી પડતી અને અંધારામાંજ વાળુ કરવુ પડતુ હતુ.હાલ આ સોલાર લાઇટના અજવાળે રસોઇ અને વાળુ બંન્ને કરી શકીએ છીએ. > ભાવનાબેન ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો