કોરોના અપડેટ:જાન્યુઆરીના 13 દિવસમાં સૌથી વધુ 60 કેસ નોંધાયા, 27 સાજા થયા

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતરમાં સરવે - Divya Bhaskar
લખતરમાં સરવે
  • જિલ્લામાં ગુરુવારે વઢવાણમાં સૌથી વધુ 26 કેસ જ્યારે સૌથી ઓછા પાટડીમાં 1 કેસ
  • જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ 189, ત્રીજી લહેરમાં છેલ્લે બુધવારે 34 કેસ નોંધાયા હતા
  • RT-PCRના 1926, 500 એન્ટિજનના ટેસ્ટ કરાયા

જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક બાદ સતત કેસ વધી રહ્યા છે. ખંપાળિયા ગામે 9 વર્ષીય બાળકના મોતનો પણ બનાવ બની ચૂક્યો છે ત્યારે ગુરુવારે જાન્યુઆરીના 13 દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 60 કેસ નોંધાયા છે, જેમાં વઢવાણમાં સૌથી વધુ 26 જ્યારે પાટડીમાં સૌથી ઓછા એટલે કે 1 કેસ નોંધાયો છે. જિલ્લામાં 189 એક્ટિવ કેસ છે જ્યારે 27 લોકો કોરોનામુક્ત થયા છે.

થાનમાં શુભેચ્છા
થાનમાં શુભેચ્છા

અગાઉ બુધવારે 34 કેસ હતા. ગુરુવારે કોરોના પોઝીટીવ કેસ માટે તંત્રએ 2406 લોકોના ટેસ્ટ કર્યા હતા.જેમાં વર્ષ 2022ના અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ 60 કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા હતા.આ કોરોના પોઝીટીવ કેસ પૈકી સૌથી વધુ વઢવાણ તાલુકામાં 26 અને સૌથી ઓછા પોઝીટીવ કેસ પાટડીમાં 1 સામે આવ્યો હતો.હાલ જિલ્લામાં 189 કોરોના એક્ટીવ કેસો છે. જેની સામે 27 લોકો સાજા થઇ કોરોના મુક્ત બની જતા રજા આપી દેવામાં આવી હતી.

ક્યા તાલુકામાં કેટલા કેસ

તાલુકોગ્રામ્યશહેરીકુલ
ચોટીલા033
ચુડા202
ધ્રાંગધ્રા01212
લખતર202
લીંબડી1910
મૂળી000
પાટડી101
સાયલા404
થાન000
વઢવાણ12526

​​​​​​​

લખતર શહેરમાં કેસ વધતાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ શરૂ કરાયું
લખતર શહેરમાં કેસ વધતાં ઘેર-ઘેર ફરીને સરવે કરાયો છે. આ કામગીરી તાલુકાના આરોગ્ય કર્મચારીઓને સોંપવામાં આવી છે. તાલુકા હૅલ્થ ઑફિસર ડૉ. જયેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ વણા પીએચસીના મેડિકલ ઑફિસર ડૉ. હાર્દિક ઉપાધ્યાયની દેખરેખ હેઠળ તાલુકાના કર્મચારીઓની 13 ટીમ બનાવીને સમગ્ર શહેરમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ કરી લોકોને શરદી, તાવ છે કે કેમ અને જો હોય તો સ્થળ ઉપર જ પ્રાથમિક સારવાર અપાઈ રહી છે.

7853 સાથે કુલ 25.53 લાખ લોકોનું રસીકરણ
ગુરુવારે 7853 લોકોએ રસી મૂકાવી હતી. જિલ્લામાં 12,92,580 પ્રથમ અને 12,53,547 બીજા ડોઝ સાથે કુલ 25,53,852 લોકોનું રસીકરણ થયંુ હતંુ.જિલ્લાના 15-17ની ઉંમરના 54,590, 18-44 વયના 15,63,944, 45-60ની ઉંમરના 5,92,976 અને 60 થી ઉપરની વયના લોકોનો આંક 3,42,342 પર રહ્યો હતો. અને મંગળવારે 7725 લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...